Ahmedabad-Sinkhole/ ‘વરસાદથી ડર લાગતો નથી, જેટલો ભુવાથી લાગે છે’

બોલિવૂડ મૂવી દબંગનો ડાયલોગ છે થપ્પડ સે ડર નહી લગતા સાહબ પ્યાર સે લગતા હૈ. આ જ ડાયલોગ અમદાવાદની વર્તમાન સ્થિતિ ‘વરસાદથી ડર લાગતો નથી, જેટલો ભુવાથી લાગે છે’ને પળેપળ અનુભવી રહેલા નાગરિકોનો છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Sinkhole ‘વરસાદથી ડર લાગતો નથી, જેટલો ભુવાથી લાગે છે’

બોલિવૂડ મૂવી દબંગનો ડાયલોગ છે થપ્પડ Ahmedabad-Sinkhole સે ડર નહી લગતા સાહબ પ્યાર સે લગતા હૈ. આ જ ડાયલોગ અમદાવાદની વર્તમાન સ્થિતિ ‘વરસાદથી ડર લાગતો નથી, જેટલો ભુવાથી લાગે છે’ને પળેપળ અનુભવી રહેલા નાગરિકોનો છે.

ચોમાસાનું આગમન થતાં અમદાવાદીઓને સૌથી વધુ સતાવતી ચિંતા હોય તો તે પાણી ભરાવવાની કે વધારે વરસાદની નહી પણ ભૂવા પડવાની છે. ભરેલા પાણી તો ઉતરી જાય, પણ પડેલા ભૂવામાંથી કોણ પાછુ આવી શકે.

આ વખતે મ્યુનિસિપાલિટીએ રીતસરનો દાટ વાળ્યો છે. તંત્રની નીતિ સામાન્ય રીતે એવી હોય છે કે ચોમાસુ આવે ત્યારે કામ બંધ કરી દેવુ. જ્યારે આ વખતે ચોમાસુ ચાલુ થઈ ગયુ છે ત્યારે પણ બે ડઝનથી વધુ સ્થળોએ ખોદકામ Ahmedabad-Sinkhole ચાલે છે. તેના લીધે લોકો ત્રાહિમામ થઈ ગા છે. વરસાદનું આગમન થતાં જ અમદાવાદમાં ભુવા પડવાની ઘટના જાણે હવે સામાન્ય બની ગઈ છે. પણ એએમસીના વલણના લીધે અમદાવાદીઓના લમણે ભુવા પડવાની હેરાનગતિ લખાયેલી જ રહેવાની છે.

મેટ્રોસિટી અમદાવાદમાં વરસાદના આગમન સાથે જ ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના GMDC બ્રિજ પાસે ભુવો પડ્યો છે. જેને લઈ AMCનો પ્રિ મોન્સુન પ્લાન નિષ્ફળ હોવાનું સામે Ahmedabad-Sinkhole આવ્યું છે. GMDC બ્રિજ ઉતરતા મહાકાય ભુવો પડતાં વાળીનાથ ચોક નજીક ભુવા સાથે રોડ પર તિરાડો પડી છે. મહત્વનું છે કે, કરોડો રૂપિયાનો પ્લાન છતાં સ્થિતિ ત્યાની ત્યાં જ હોવાની સ્થિતિ બની છે. હવે જો ભરાયેલા પાણીમાં આ ભુવાની અંદર કોઈ ઉતરી જાય તો તેની જવાબદારી કોની.

બે સપ્તાહથી એસજી હાઇવે ઉપરના ભુવાના Ahmedabad-Sinkhole સમારકામ માટે વિશાળ ખોદકામ કરાયું છે. અગાઉ 300 ડાયામીટરની પાણીની લાઈનમાં ભંગાણના કારણે ભુવો પડ્યો હતો. જોકે હવે ભુવાના સમારકામ માટે કરવામાં આવેલું ખોદકામ હેરાનગતિ સમાન બન્યું છે. શહેરભરમાં ચોમાસા દરમિયાન અલગ અલગ 27 સ્થળોએ ખોદકામ ચાલુ હાલતમાં છે.

આ પણ વાંચોઃ Delhi University/  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોથી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા… સરસ્વતી વંદના સાથે સ્વાગત કર્યું

આ પણ વાંચોઃ Manipur/  મણિપુરના સીએમ થોડી જ વારમાં રાજ્યપાલને મળશે, રાજીનામાની અટકળો, રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવી શકે છે

આ પણ વાંચોઃ Hindu Child-Namaz/ કચ્છની ખાનગી શાળામાં હિંદુ બાળકો પાસે નમાઝ પઢાવવાનો વિવાદ

આ પણ વાંચોઃ South Gujarat-Rain/ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર ક્યાંક મેઘકહેર ન બની જાય તેની ચિંતા

આ પણ વાંચોઃ Wanted Criminal Caught/ સુરતમાં 23 વર્ષથી હત્યાના ગુનામાં ભાગતો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો, પોલીસથી બચવા આરોપી મથુરામાં જઈ