Not Set/ ભાજપ સ્નેહ મિલન સમારંભના પ્રવેશદ્વાર ઉપર “કાળા કલરના માસ્ક” પોલીસ તંત્રએ દૂર કરાવ્યા..!!

સમારંભમાં એકપણ કાળો માસ્ક દેખાવવો ના જોઈએ આ ઉચ્ચસ્તરીય સુચનાઓનો પોલીસ તંત્રએ અમલ કર્યો

Gujarat
BLACK ભાજપ સ્નેહ મિલન સમારંભના પ્રવેશદ્વાર ઉપર "કાળા કલરના માસ્ક" પોલીસ તંત્રએ દૂર કરાવ્યા..!!

ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણના ભયના પગલે પોલીસ તંત્ર પ્રજાજનો પાસેથી માસ્કનો તોતિંગ દંડ વસુલ કરે છે ત્યારે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા ભા.જ.પ.ના યોજાયેલા સ્નેહ મિલન સમારંભમાં આમંત્રણ સાથે આવેલા જે કાર્યકર્તાઓ “કાળા રંગનો માસ્ક” પહેરીને આવ્યા હતા આ માસ્ક પ્રવેશદ્વાર પાસે હાજર પોલીસ તંત્રએ ફરજીયાત ઉતારીને એક ખૂણામાં ફેંકી દેવાની ફરજો પાડતા ભા.જ.પ. કાર્યકરોમાં આ મુદ્દો ગણગણાટો માં ગંભીર એટલા માટે બન્યો હતો કે ભા.જ.પ.નો કાર્યકર “કાળા રંગનો માસ્ક” પહેરીને આવે એટલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નો વિરોધ કરવા આવ્યો હોવાની માનસિકતાઓ પોલીસ તંત્રની પોતાની હતી કે પછી સભામંચમાં એકપણ કાળો માસ્ક દેખાવવો ના જોઈએ આ ઉચ્ચસ્તરીય સુચનાઓનો પોલીસ તંત્રએ અમલ કર્યો આ ચર્ચાઓ આજના સ્નેહ મિલન સમારંભમાં ચર્ચાઓના કેન્દ્રસ્થાને ગોઠવાઈ હતી.!

કોઈપણ પક્ષના રાજકીય નેતાઓને વિરોધ વ્યક્ત કરતા “કાળા રંગ”નો ભય બિલકુલ સતાવતો હોય છે અને આ સામે પોલીસ તંત્ર બિલકુલ સતર્ક પણ હોય છે.!! ત્યાં સુધી આ એકદમ સત્ય છે,પરંતુ ગોધરા ખાતે આજરોજ પંચમહાલ જિલ્લા ભા.જ.પ.ના યોજાયેલા નૂતન વર્ષના સ્નેહ મિલન સમારંભમાં સૌ પ્રથમ વખત આવી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વક્તવ્યને સાંભળવા માટે હોંશભેર આવેલા જે કાર્યકર્તાઓ અગર તો આગેવાનો કોરોના ભયની સુરક્ષાઓ માટે “કાળા કલરનો માસ્ક” પહેરીને આવ્યા હતા આ તમામ માસ્કને પ્રવેશદ્વાર પાસે તૈનાત પોલીસ તંત્રના કર્મચારીઓએ ફરજીયાત ઉતારીને બાજુના એક ખૂણામાં ફેંકાવી દીધા બાદ અંદર પ્રવેશ આપતા આ મુદ્દો ભા.જ.પ.ના કાર્યકરોમાં અસંતોષની ચર્ચાઓમાં ગોઠવાયો હતો.!!