અમદાવાદ/ AMC એ ભયજનક રસ્તાઓ પર લગાવ્યા જાહેર ચેતવણીના બોર્ડ લગાવી માન્યો સંતોષ

AMC પહેલેથી જ રાહદારીઓ અને વાહનચાલકોને ખાડાઓમાં પડતા અટકાવવા માટે અગાઉથી આયોજન કરી રહ્યું છે. જેના માટે AMC સોશિયલ મીડિયા દ્વારા 220 સેટલમેન્ટ રોડની યાદી જાહેર કરશે.

Top Stories Ahmedabad Gujarat
258 2 1 AMC એ ભયજનક રસ્તાઓ પર લગાવ્યા જાહેર ચેતવણીના બોર્ડ લગાવી માન્યો સંતોષ

ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઇ ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું અત્યાર સુધીમાં માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને આવરી લે છે. ગુજરાતના ઘણા ભાગોમાં ઓછા વરસાદને કારણે વાવણીમાં વિલંબ થયો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પણ હવે ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ચોમાસાએ 13 જૂને ગુજરાતમાં લેન્ડફોલ કર્યું હતું અને સોમવાર સુધીમાં દક્ષિણ ગુજરાત અને વડોદરાને આવરી લીધું હતું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો છે. પરંતુ ભારે વરસાદ પડ્યો ન હતો.

ગુજરાતમાં વાસદની સિઝનમાં સૌથી મોટી સમસ્યા ક્યાંક ગટર તૂટેલીતો ક્યાંક ખાડા છે તો ક્યાંક સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ચોમાસામાં પાણીમાં ગરકાવ થતા જોવા મળે છે. તો અનેક વિસ્તારમાં રોડ ઉપર મોટા ભુવા પડેલા જોવા મળે છે. અને ઘણીવાર વાહનચાલકો પાણી ભરેલા ખાડામાં પડી જવાનો ભય રહે છે.

તંત્ર તાત્કાલીક નવા ગટરના ઢાંકણા નાંખે તેવી પ્રજામાંથી માંગ ઉઠી છે. જ્યારે કાંકરિયાના પારસી અગિયારી પાસેનો રસ્તો પણ ખરાબ બન્યો છે. જેના કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. આ રોડ પર સ્ટ્રીટ લાઇટની સમસ્યા પણ સામે આવી છે. તંત્રની બેદરકારી આ રોડ પર અકસ્માતોને આમંત્રણ આપી શકે છે. નારોલ ચાર રસ્તાથી પીરાણા રોડ સુધીનો સર્વિસ રોડ જર્જરિત બની ગયો છે અને ફૂટપાથ પણ તૂટી ગઈ છે. જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. જેથી તંત્ર તાકીદે રોડનું સમારકામ કરી ફૂટપાથ બનાવે તે જરૂરી છે.

અમદાવાદ શહેરમાં AMC દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરમાં તાજેતરમાં ખોદાયેલા રસ્તાઓની યાદી જાહેર કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેરના 220 જેટલા રસ્તાઓ પણ વરસાદી ઋતુમાં પાણીમાં ડૂબી જવાની સંભાવના છે. આ વખતે AMCના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ચોમાસા દરમિયાન નાગરિકોને નુકસાન ન થાય તે માટે રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓની આસપાસ બેરિકેડ લગાવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, AMC રાહદારીઓને જાહેર ચેતવણીના બોર્ડ સાથે રસ્તા પર ન ચાલવા માટે અપીલ કરી રહી છે.

ટૂંકમાં, ચોમાસા દરમિયાન રોડ તૂટી જવાની ઘટના બને તે પહેલા જ પુલ બનાવવામાં આવી રહ્યા છે. AMC પહેલેથી જ રાહદારીઓ અને વાહનચાલકોને ખાડાઓમાં પડતા અટકાવવા માટે અગાઉથી આયોજન કરી રહ્યું છે. જેના માટે AMC સોશિયલ મીડિયા દ્વારા 220 સેટલમેન્ટ રોડની યાદી જાહેર કરશે.

Education / ધોરણ10ની પૂરક પરીક્ષા માટે નોંધણી શરૂ, આ તારીખ પહેલાં ફોર્મ ભરો