Not Set/ માતાજીના સોગંદ ખાઈને કહું છું ભાજપ સાથે લોકસભાની ચુંટણી લડવા બાબતે કોઈ ડીલ નથી થઈ: આશાબેન પટેલ

ઉંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ કોંગ્રેસથી નારાજ જેના લીધે તેમણે  લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝાના આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાઇ ગયું છે. ત્યારે આજે પૂર્વ ધારસભ્ય આશાબેન પટેલે મીડિયા સાથે વાતચીત કરી, ભાજપ સાથે લોકસભાની ચુંટણી લડવા બાબતે આશાબેન પટેલે કહ્યું હતું કે, હું ઉમીયા માતાની સોગંદ ખાઈને કહું છું કે, મારે ભાજપ સાથે લોકસભાની ચુંટણી […]

Top Stories Gujarat Others Videos
mantavya 31 માતાજીના સોગંદ ખાઈને કહું છું ભાજપ સાથે લોકસભાની ચુંટણી લડવા બાબતે કોઈ ડીલ નથી થઈ: આશાબેન પટેલ

ઉંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ કોંગ્રેસથી નારાજ જેના લીધે તેમણે  લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝાના આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાઇ ગયું છે. ત્યારે આજે પૂર્વ ધારસભ્ય આશાબેન પટેલે મીડિયા સાથે વાતચીત કરી, ભાજપ સાથે લોકસભાની ચુંટણી લડવા બાબતે આશાબેન પટેલે કહ્યું હતું કે, હું ઉમીયા માતાની સોગંદ ખાઈને કહું છું કે, મારે ભાજપ સાથે લોકસભાની ચુંટણી લડવા બાબતે કોઈ ડીલ નથી થઈ.

આશાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટી પ્રજાના કામ માટે કોઈ નિર્ણય નહોતી લઈ સકતી, કોઈ પણ પાર્ટી હોય તેમાં નિર્ણય લેવામાં આવતા હોય છે પ્રજાના હિતમાટેના કામો માટે પણ નિર્યણ લેવામાં ન આવતો હોય, કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન ન કરવામાં આવે ત્યાં હું કેવી રીતે રહું. હું પ્રજાના હિત માટે રાજકરણમાં આવી હતી. એક વર્ષ થયો હોવા છતા કોઈપણ પ્રશ્નનો નિરાકરણ ના આવ્યું.

આશાબેન પટેલે કહ્યું કે, હું પહેલાથી સામાજિક સેવા કરૂં છું, તે પછી રાજકારણમાં પણ પ્રજાનાં કામ કરવા જ આવી હતી. મેં કોંગ્રેસમાં અનેક રજૂવાત ,સજેશન કરવા છતાં પણ તેની સામે કોઇ જ એક્શન લેવામાં આવતું નથી. મેં મારા સિનિયર, દિલ્હીનાં નેતાઓને અને મારા સાથેનાં સાથીઓને પણ અનેક રજૂવાત કરી છે.

મેં ઘણીવાર કહ્યું છે કે અમારા મહેસાણામાં ઘણાં જ ડખા ચાલી રહ્યાં છે. અમારે ચૂંટાયેલી પાંખ અને ધારાસભ્ય વચ્ચે કોઇ જ તાલમેલ નથી. ધારાસભ્યોને ગૂંગળામણ થાય છે. આવી પરિસ્થિતિમાં ઉપરનાં લેવલનું નેતૃત્વ તેમનું સેટિંગ કરવા માટે તેમની જીહજુરી કરવા માટે એવું કરે કે અમારાથી પ્રજાનાં હિતમાં કોઇ જ કામ થતાં નથી. અમે કોઇ જ નિર્ણય લઇ શકતા નથી.

પીએમ મોદીનાં વખાણ કરતાં કહ્યું કે,’ પીએમ મોદીજીએ 10 ટકા સવર્ણ અનામત આપીને તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન નાતિ જાતિ અને ધર્મનાં નામે લોકોને લડાવવામાં રસપ્રદ છે. આવા સંજોગોમાં કોંગ્રેસમાં કામ કરવું ઘણું મુશ્કેલ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાએ આશાબેન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એમએલએ કવાર્ટરમાં થઇ હતી. જો કે સી.જે ચાવડાએ જણાવ્યું હતું કે આ એક સામાન્ય મુલાકાત હતી. કોઇ ગતિવિધી  હોવાની વાતનો સી.જે ચાવડાએ ઇન્કાર પણ કર્યો હતો.  જો આશાબેન પટેલે ભાજપમાં જોડાશે તો કોંગ્રેસને ફટકો પડેશે તો કોઇ નવાઇ નહીં.