Not Set/ CAA અને NRCના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા અપાયેલા બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ  

CAA અને NRCના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં મિશ્ર અસર જોવા મળી છે. જોકે આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં CAA, NRCના વિરોધમાં દુકાનો બંધ હોવાનો સ્ટિકર લગાવાયા છે. CAAબીલના વિરોધમાં આજે  ભારતબંધનું […]

Top Stories Gujarat Others
hc 3 CAA અને NRCના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા અપાયેલા બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ  

CAA અને NRCના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં મિશ્ર અસર જોવા મળી છે. જોકે આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં CAA, NRCના વિરોધમાં દુકાનો બંધ હોવાનો સ્ટિકર લગાવાયા છે. CAAબીલના વિરોધમાં આજે  ભારતબંધનું એલાન  આપવામાં આવ્યું છે.

અમદાવાદ

CAA બીલના વિરોધમાં આજે ભારતબંધના એલાનનો અમદાવાદ ખાતે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.  અમદાવાદના જુહાપુરામાં સજ્જડ બંધ  પાળવામાં આવ્યો છે. મુસ્લિમોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોધાવ્યો હતો. જોકે આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડોદરા

CAA અને NRCના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં અવ્યુ છે. બંધના એલાનને પગલે વડોદરામાં  બંધની અસરો જોવા મળી છે. બજારમાં સંપૂર્ણ દુકાનો બંધ જોવા મળી હતી. તો કેટલીક જગ્યા પર દુકાનો બંધ રાખવા ટોળા દ્વારા અપીલ કરવામાં આવી હતી. જોકે આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવાયાર્ડ ફૂલવાડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો પોલીસે બહુજન ક્રાંતિ મોરચાનાં કાર્યકરોની અટકાયત કરી છે. વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરાઇ હતી. ફતેગંજ પોલીસે કરી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

સુરત

સુરતના કેટલાક વિસ્તારમાં બંધની અસર જોવા મળી રહી છે. સૂરતના ચોકબજાર, ભાગાતળાવ અને ભાગળ વિસ્તારની દુકાનો બંધ જોવા મળી રહી છે. દુકાનોના શટર પર બંધના સ્ટિકર લગાવાયા છે. જોકે આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કચ્છ

કચ્છમાં મુસ્લિમોએ ધંધા રોજગાર બંધ રાખ્યા  છે. ભુજમાં મુસ્લિમોએ દુકાનો બંધ રાખી વિરોધ નોધાવ્યો છે. 90 ટકા લઘુમતીઓનો બિલના વિરોધમાં સ્વંયભુ બંધ પાળ્યો છે. જોકે આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાધનપુર

CAAના વિરોધમાં રાધનપુરમાં બંધની આંશિક અસર જોવા મળી રહીછે. વારાહી અને સમીમાં ધંધા રોજગાર રાખ્યા બંધ રાખવામાં આવ્યા છે. લઘુમતી સમાજના વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. અન્ય હિન્દુ વેપારીઓએ ધંધા રોજગાર રાખ્યા ચાલુ છે. જોકે આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ધાંગધ્રા

CAA અને NRCના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં અવ્યુ છે. બંધના એલાનને પગલે ધ્રાંગધ્રામાં બંધની અસરો જોવા મળી છે. બજારમાં સંપૂર્ણ દુકાનો બંધ જોવા મળી હતી. તો કેટલીક જગ્યા પર દુકાનો બંધ રાખવા ટોળા દ્વારા અપીલ કરવામાં આવી હતી. જોકે આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ભરૂચ

આજે CCAના વિરોધમાં સમગ્ર ભારત બંધનું એલાનની ભરૂચ શહેર અને જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. APMCના વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ  નોધાવ્યો છે. વિવિધ સંગઠનોએ એકટના વિરુધ્ધમાં બંધનું એલાન  આપ્યું છે. જિલ્લામાં સવારથી બંધની આંશિક અસર જોવા મળી  રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ બંધની અસર જોવા મળી છે. આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જામનગર

આજે CCAના વિરોધમાં સમગ્ર ભારત બંધનું એલાનણે પગલે જામનગર શહેર અને જિલ્લામાં બંધનું એલાન નો ચુસ્ત અમલ કરવામાં આવ્યો છે. બર્ધન ચોક, દરબારગઢ, ખોજા નાકા વિસ્તારોમાં બંધ પાળવામાં આવ્યું છે. વેપારી-દુકાનદારોએ ધંધા- રોજગાર બંધ રાખ્યા હતા. સિક્કા, મસિતિયા સુમરા સહિતના ગામોમાં પણ બંધ જોવા મળ્યો હતો. CAAના વિરોધ માં સજ્જડ બંધ પાડી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે.  તો આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વલસાડ

વલસાડ જીલ્લા અને શહેરમાં નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે બંધનું એલાનને મુસ્લિમ અને આદિવાસી સમાજનું સમર્થન  મળેલ છે. ધરમપુરમાં દુકાનો અને શાકભાજી માર્કેટ બંધ રહ્યા હતા. આ બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.