Not Set/ વિદેશથી પરત ફરતા જ PM 1 વાગ્યે પહોંચશે બેગલુરૂમાં ઇસરોનાં વડામથકે, નિહાળશે ચંદ્રયાન-2નું લેન્ડિંગ

PM મોદી હાલ રશિયાનાં પ્રવાશે હતા અને આજે જ પરત ફરી રહ્યા છે. ત્યારે PM વિદેશ પરત ફરતા જ ચંદ્રયાન-2ની ચંદ્રમાની સપાટી પર ઉતરવાની પ્રક્રિયાને જોવા માટે રાત્રે લગભગ 1 વાગ્યે બેંગલુરૂ સ્થિત ઇસરોનાં વડામથકે પહોંચશે. PM સાથે આ ઐતિહાસીક પળો સાક્ષી બનવા માટે 70 વિદ્યાર્થીઓ પણ હાજર રહેશે. આપને જણાવી દઇએ કે આ એ […]

Top Stories India
pm 2 વિદેશથી પરત ફરતા જ PM 1 વાગ્યે પહોંચશે બેગલુરૂમાં ઇસરોનાં વડામથકે, નિહાળશે ચંદ્રયાન-2નું લેન્ડિંગ

PM મોદી હાલ રશિયાનાં પ્રવાશે હતા અને આજે જ પરત ફરી રહ્યા છે. ત્યારે PM વિદેશ પરત ફરતા જ ચંદ્રયાન-2ની ચંદ્રમાની સપાટી પર ઉતરવાની પ્રક્રિયાને જોવા માટે રાત્રે લગભગ 1 વાગ્યે બેંગલુરૂ સ્થિત ઇસરોનાં વડામથકે પહોંચશે. PM સાથે આ ઐતિહાસીક પળો સાક્ષી બનવા માટે 70 વિદ્યાર્થીઓ પણ હાજર રહેશે.

આપને જણાવી દઇએ કે આ એ તમામ 70 વિદ્યાર્થીઓ છે કે જેમણે ક્વિઝ પ્રતિયોગિતા દ્વારા લેન્ડિંગનું સીધુ પ્રસારણ જોવાની તક મેળવી છે. PM મોદીએ શુક્રવારે લોકોને આગ્રહ કર્યો કે લોકો ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટી પર ઉતરવાની પ્રક્રિયા જરૂર જુએ અને તે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરશે.

cy વિદેશથી પરત ફરતા જ PM 1 વાગ્યે પહોંચશે બેગલુરૂમાં ઇસરોનાં વડામથકે, નિહાળશે ચંદ્રયાન-2નું લેન્ડિંગ

PM દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, ‘મારો તમને તમામને આગ્રહ છે કે ચંદ્રયાન-2ની વિશેષ ક્ષણને ચંદ્રમાનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરતા જુઓ. પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરો. હું તેમાથી કેટલીક રીટ્વિટ પણ કરીશ.’

cy2 વિદેશથી પરત ફરતા જ PM 1 વાગ્યે પહોંચશે બેગલુરૂમાં ઇસરોનાં વડામથકે, નિહાળશે ચંદ્રયાન-2નું લેન્ડિંગ

ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમ માટે આજનો આ સમય ઐતિહાસિક છે. રાત્રે 1.30થી 2.30 વાગ્યાની વચ્ચે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 ઉતરશે. દેશનાં દરેક વ્યક્તિને ‘સૉફ્ટ લેન્ડિંગ’નો ઇંતઝાર છે. વિક્રમ લેન્ડરની ઐતિહાસિક લેન્ડિંગનાં સાક્ષી બનવા માટે ખુદ પીએમ મોદી ઇસરોનાં કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે. .

cy1 વિદેશથી પરત ફરતા જ PM 1 વાગ્યે પહોંચશે બેગલુરૂમાં ઇસરોનાં વડામથકે, નિહાળશે ચંદ્રયાન-2નું લેન્ડિંગ

‘સૉફ્ટ લેન્ડિંગ’થી પહેલા ઇસરોનાં વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “આપણે એક એવી જગ્યાએ ઉતરવા જઇ રહ્યા છીએ, જ્યાં આનાથી પહેલા કોઈ નથી ગયું. અમે સૉફ્ટ લેન્ડિંગ વિશે આશ્વસ્ત છીએ. રાતની રાહ જોવાઇ રહી છે.” ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર જો ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગમાં સફળ રહેશે તો રશિયા, અમેરિકા અને ચીન પછી ભારત આ ઉપલબ્ધિ મેળવનારો દુનિયાનો ચોથો દેશ બની જશે. આ ઉપરાંત ભારત ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ પર પહોંચનારો દુનિયાનો પહેલો દેશ પણ બની જશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન