ગ્રામ પંચાયત/ ગામડાઓની સમસ્યાઓનું નિરાકરણ સમય મર્યાદામાં થશે,કેન્દ્ર સરકારની મહત્વની યોજના

ગામની સમસ્યાઓનું થશે સત્વરે નિરાકરણ ,મોદી સરકાર વાલી રહી છે યોજના

Top Stories
gram punchayat ગામડાઓની સમસ્યાઓનું નિરાકરણ સમય મર્યાદામાં થશે,કેન્દ્ર સરકારની મહત્વની યોજના

પંચાયતી રાજ મંત્રાલયે ગામના લોકોની મુશ્કેલીઓ ઘટાડવા માટે એક મોડેલ સિટિઝન ચાર્ટર તૈયાર કર્યું છે. તેના અમલ બાદ ગ્રામ પંચાયતોમાં નિયત સમયમાં સેવાઓનો લાભ મળશે. તેમાં ગ્રામ પંચાયતોને લગતી અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની સાથે સંબંધિત સમસ્યાઓનું નિવારણ સમયસર રીતે કરવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયતના નાગરિકોથી ચૂંટાયેલા ગામના સભ્યો,સરપંચ કે  ગ્રામ સચિવની ભૂમિકા પણ મહત્વની રહેશે.

સિટીઝન ચાર્ટરમાં તમામ પ્રકારના લાઇસન્સ, જાહેર આરોગ્ય, કરવેરા, સ્ટ્રીટ લાઇટ્સ, પાણી પુરવઠા, સમુદાય સંપત્તિ, કલ્યાણ યોજનાઓ અને માર્ગ અને ડિજિટલ જોડાણ જેવી સેવાઓ માટેની વિગતવાર તૈયારી કરવામાં આવી છે. મનરેગા જોબકાર્ડ બનાવવાથી લઈને હેન્ડપંપ રિપેરિંગ સુધીની અને તમામ પ્રકારની સેવા પ્રાપ્ત થશે.  પેન્શન સંબધિત સેવા  વિધવા સહાય, અને અપંગ પ્રમાણપત્ર સહિત ગ્રામ પંચાયતોની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ગામના કોઈ પણ વ્યક્તિને જન્મ, મૃત્યુ, લગ્ન અને સંપત્તિની માલિકીનું પ્રમાણપત્ર ત્રણ દિવસમાં  તેની ગ્રામસભામાંથી મેળવી શકશે. ઘરોમાં પાણી પુરવઠા માટે અરજી કર્યાના સાત દિવસની અંદર તમને કનેક્શન મળશે. પાઇપલાઇનમાં લિકેજ અથવા અન્ય કોઈપણ ખામી પણ ત્રણ દિવસમાં સુધારી દેવામાં આવશે. સ્ટ્રીટ લાઇટના થાંભલા લગાવવા અને કનેકશનો આપવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.

જાહેર મિલકતમાં રમતનું મેદાન, સાર્વજનિક ઉદ્યાન, સ્મશાન અને કબ્રસ્તાનની જાળવણી માટેની અરજી પર 30 દિવસની અંદર કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત  ગામના વડીલો, વિધવાઓ અને નબળા લોકોની પેન્શન માટેની અરજી એક અઠવાડિયામાં સંબંધિત વિભાગને મોકલી આપવામાં આવશે.નવા રેશનકાર્ડ માટેની અરજીઓ પર વિચારણા કરવામાં આવશે અને આગામી 30 દિવસમાં કરી આપવામાં  આવશે. રેશનકાર્ડમાં નામ ઉમેરવાની સમય મર્યાદા પણ તે જ રહેશે. પંચાયતોમાં વાઇ-ફાઇ જેવી ડિજિટલ સેવાઓને બહાલ કરવા માટે 30 દિવસ નક્કી કરવામાં આવ્યા છે. પંચાયતોમાં ઇન્ટરનેટ સંબંધિત પ્રશ્નોનો સાત દિવસમાં નિરાકરણ લાવવો પડશે