કૃષિ આંદોલન/ 8 ડિસેમ્બરે ખેડૂતોએ બોલાવેલા બંધને 11 પક્ષોનું મળ્યુ સમર્થન

આજે દેશનાં નાગરિકો ખેડૂતોનાં આંદોલનમાં એકસુરમાં સમર્થનમાં સામે આવી રહ્યા છે. આવતી કાલે એટલે કે 8 ડિસેમ્બરે કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યુ છે, જેમા દેશની ઘણી પાર્ટીઓએ સમર્થન આપ્યુ છે. કોંગ્રેસ, ડીએમકે, આપ, બસપા અને ટીઆરએસ દ્વારા આ સમર્થન આપવાનું એલાન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં 11 થી વધુ વિપક્ષો […]

Top Stories Trending
corona 82 8 ડિસેમ્બરે ખેડૂતોએ બોલાવેલા બંધને 11 પક્ષોનું મળ્યુ સમર્થન

આજે દેશનાં નાગરિકો ખેડૂતોનાં આંદોલનમાં એકસુરમાં સમર્થનમાં સામે આવી રહ્યા છે. આવતી કાલે એટલે કે 8 ડિસેમ્બરે કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યુ છે, જેમા દેશની ઘણી પાર્ટીઓએ સમર્થન આપ્યુ છે. કોંગ્રેસ, ડીએમકે, આપ, બસપા અને ટીઆરએસ દ્વારા આ સમર્થન આપવાનું એલાન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં 11 થી વધુ વિપક્ષો અને 10 ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું સમર્થન કર્યુ છે.

દેશમાં જ્યા અન્નદાતા કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, ત્યારે દેશની ઘણી પાાર્ટીઓ ખેડૂતોનાં સમર્થનમાં આગળ આવી છે. જણાવી દઇએ કે, સ્વરાજ ઈન્ડીયાના વડા યોગેન્દ્ર યાદવે કહ્યુ છે કે આવતીકાલે સવારથી સાંજ સુધી ભારત બંધ રહેશે. બપોરે ૩ વાગ્યા સુધી ચક્કાજામ રહેશે. દૂધ, ફળ, તથા ભાકભાજી પર પ્રતિબંધ રહેશે. લગ્નો અને ઈમરજન્સી સેવા પર કોઈ પ્રતિબંધ નહિ ફરમાવાઈ. વિપક્ષોએ સંયુકત નિવેદન જારી કરી જણાવ્યુ છે કે સંસદમાં વોટીંગ કે ચર્ચા વગર ઉતાવળે પાસ કરાયાના કૃષિ કાનૂન ભારતની ખાદ્ય સુરક્ષા માટે ખતરો છે જે ખેડૂતો અને ખેતીને તબાહ કરી દેશે.

કેન્દ્ર સરકારને લોકતાંત્રીક પ્રક્રિયાનું પાલન કરી ખેડૂતોની માંગણી માની લેવી જોઈએ. નિવેદન પર સોનિયા ગાંધી, શરદ પવાર, સિતારામ યેચુરી, ફારૂક અબ્દુલ્લા, અખિલેશ યાદવ વગેરેના હસ્તાક્ષર છે. કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ કહ્યુ છે કે ખેડૂતોના સમર્થનમા કોંગ્રેસ તમામ જિલ્લા તથા રાજ્યના વડા મથકો પર દેખાવો કરશે અને ભારત બંધની સફળતા સુનિશ્ચિત કરશે. ડીએમકેના પ્રમુખ સ્ટેલીને કહ્યુ છે કે ખેડૂતોની માંગણી વ્યાજબી છે. દિલ્હીમાં ઓટો ટેકસી યુનિયને ભારત બંધનું સમર્થન કર્યુ છે. તૃણમૂલ દ્વારા પણ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યુ છે. હરીયાણા પેટ્રોલ-ડીઝલ એસો.એ પણ ટેકો આપ્યો છે.

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો