Not Set/ SBI બેંકમાં ત્રાટક્યા તસ્કરો, 1.35 કરોડની ચોરી થયાની શક્યતા

અમરેલી, અમરેલીમાં એસબીઆઇ બેન્કમાંથી 1.35 કરોડની ચોરી થયાની ઘટના સામે આવી છે. તસ્કરોએ  મોડી રાત્રે બેન્કમાંથી હાથસાફ કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..તપાસ હાથધરી હતી. ચોરી મામલે બેન્ક મેનેજરને પૂછતા મેનેજરે કંઇ પણ કહેવાનો  ઇન્કાર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલો […]

Top Stories Gujarat
mantavya 13 SBI બેંકમાં ત્રાટક્યા તસ્કરો, 1.35 કરોડની ચોરી થયાની શક્યતા

અમરેલી,

અમરેલીમાં એસબીઆઇ બેન્કમાંથી 1.35 કરોડની ચોરી થયાની ઘટના સામે આવી છે. તસ્કરોએ  મોડી રાત્રે બેન્કમાંથી હાથસાફ કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..તપાસ હાથધરી હતી.

mantavya 14 SBI બેંકમાં ત્રાટક્યા તસ્કરો, 1.35 કરોડની ચોરી થયાની શક્યતા

ચોરી મામલે બેન્ક મેનેજરને પૂછતા મેનેજરે કંઇ પણ કહેવાનો  ઇન્કાર કર્યો હતો.

 SBIની પાછળ માર્ગ મકાન વિભાગની ઓફિસમાં બાકોરું પાડીને બેંકમાં ઘુસીને આ ચોરીને અંજામ આપ્યો હતો.

આ ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા રાત્રી દરમિયાન પેટ્રોલિંગને  લઇને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

 આ ચોરી અંગે બેંકના મેનેજરે કંઇપણ કહેવાની સ્પષ્ટ ના કહી દીધી છે પરંતુ સૂત્રો પ્રમાણે 1 કરોડ 35 લાખની ચોરી થઇ હતી.

ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે. બેંક બ્રાંચ અને માર્ગ મકાન વિભાગની ઓફિસના સીસીટીવી પણ ચેક કરવામાં આવશે.