હૈદરાબાદ/ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના વેવાઈએ કરી આત્મહત્યા, પોતાને ગોળી મારી ટુંકાવ્યું જીવન

હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીની પુત્રીના સસરાએ આત્મહત્યા કરી લીધી છે

Top Stories India
અસદુદ્દીન

તેલંગાણા (Telangana) થી મળેલા મોટા સમાચાર અનુસાર, અહીં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ના વેવાઈએ કથિત રીતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે મઝહરુદ્દીન ખાન (60)ને સોમવારે બપોરે 2 વાગ્યે હૈદરાબાદના એપોલો જ્યુબિલી હિલ્સના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યો હતો.

અહીં તેના માથાની જમણી બાજુએ ઘા હતો અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અપોલો હોસ્પિટલે જણાવ્યું હતું કે વધુ તપાસ માટે પોલીસને જાણ કરવામાં આવી છે. મઝહરુદ્દીન ખાનને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નજીકના મિત્ર ગણાવ્યા છે.

આ મામલે પોલીસની માહિતી અનુસાર, મઝહરુદ્દીન ખાન ઓર્થોપેડિક નિષ્ણાત હતા અને ઓવૈસીની બીજી પુત્રીના સસરા હતા. તેમના મૃતદેહને ઓસ્માનિયા જનરલ હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ, ઘટના અંગે હૈદરાબાદ પશ્ચિમ ઝોનના ડીસીપી જોએલ ડેવિસે જણાવ્યું હતું કે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવેલા મઝહરનું ઘરે જ મૃત્યુ થયું હતું. તેઓને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે લાયસન્સવાળી બંદૂકથી પોતાને ગોળી મારી હતી. હાલ ફોરેન્સિક ટીમે સ્થળ પર જરૂરી પુરાવા એકત્ર કર્યા છે અને માત્ર એક રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મઝહરુદ્દીન ખાનના પરિવારમાં મિલકતનો વિવાદ હતો અને મઝહર વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેઓ 2004થી સતત હૈદરાબાદથી સાંસદ બની રહ્યા છે. ઓવૈસીના સત્તાવાર બંગલા પર કથિત રીતે અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ દરમિયાન ઘરની નજીકથી કેટલાક પથ્થરો મળી આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા લોકોએ પથ્થર ઓવૈસીના ઘરે ફેંક્યા હતા.

આ પણ વાંચો:તૃણમૂલ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ હેક, હેકર્સે DP પણ બદલી

આ પણ વાંચો: ‘હિંદુ ધર્મમાં કોઈ કટ્ટરતા નથી’, જાણો કેમ સુપ્રીમ કોર્ટે કહી આ વાત

આ પણ વાંચો:ટેક સિટી બેંગલુરુમાં એલોન મસ્કની ‘પૂજા’ કરતા લોકો, કારણ જાણીને તમને થશે આશ્ચર્ય

આ પણ વાંચો:મનીષ સિસોદિયાની વધી મુશ્કેલીઓ, કોર્ટે પાંચ દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા