ગુજરાત/ સુરત આપમાં વધુ એક ભંગાણ, બે કોર્પોરેટરે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો, કુલ 12 કોર્પોરેટર અત્યાર સુધીમાં ભાજપમાં ગયા

સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. જેમાં વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અલ્પેશ પટેલે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

Top Stories Gujarat Surat
કોર્પોરેટરે

@અમિત રૂપાપરા 

સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. આ કહેવાનું કારણ એવું છે કે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. કોર્પોરેટર કનુ ગેડિયા અને અલ્પેશ પટેલે આમ આદમી પાર્ટીનું જાડુ છોડીને ભાજપનું કમળ હાથમાં પકડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ બંને કોર્પોરેટરો એ આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર મત માંગયા હતા અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાં આવગણ ના થતી હોવાના આક્ષેપો સાથે દેશહિતની ભાવનાને લઈ ભાજપમાં જોડાયા હોવાનું કહી રહ્યા છે. તો અગાઉ ભાજપમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો જોડાયા હતા અને હવે વધુ બે કોર્પોરેટર જોડાતા કુલ 12 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. જેમાં વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અલ્પેશ પટેલે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

પાર્ટીમાં આવગણના થતી હોવાના આક્ષેપો સાથે બંને કોર્પોરેટરે ભારતીય જનતા પાર્ટીની સુરતની કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કોર્પોરેટર કનુ ગેડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં રહીને જ ઓપરેશન ડિમોલેશન ચાલી રહ્યું હતું અને છેલ્લા બે મહિનાથી આ ઓપરેશન ચાલતું હતું અને આ ઓપરેશનના ભાગરૂપે જ અગાઉ છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા અને આજે અમે બે કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ અને હજી 10 થી 12 જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે.

કોર્પોરેટર કનુ ગેડિયા દ્વારા જણાવ્યું હતું કે આજથી 20 દિવસ પહેલા ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગાના ગીત પર મારો દીકરો ડાન્સ કરતો હતો ત્યારે મને મારા દીકરાને જોઈને એવું લાગ્યું કે હું આમ આદમી પાર્ટીની સાથે રહીને કંઈ ખોટું તો નથી કરી રહ્યોને અને ખોટા રસ્તે તો નથી જઈ રહ્યો ને અને દેશ હિતની ભાવના મારી અંદર જાગતા મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો:નરોડા ગામ હત્યાકાંડ કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ મંત્રી માયા કોડવાની સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર; જય શ્રી રામના નારા

આ પણ વાંચો:હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ વેચનારા પર SOGની તવાઇ, બે લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો:મોડાસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, ચાર લોકોના મોત: જુઓ વીડિયો

આ પણ વાંચો:તમે ખરીદેલા મોબાઇલ ફોન ચોરી કે લૂંટના તો નથી? સુરત ક્રાઈમ બ્રાન્ચે 21 મોબાઇલ સાથે દુકાનદારની કરી ધરપકડ