ગુજરાત/ સુરતમાં બે મિત્રો એ જ વેપારી સાથે 10000 ડોલરની કરી છેતરપિંડી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

સુરતમાં રહેતા દિલીપભાઈને હીરાના કામ અર્થે આફ્રિકામાં જવાનું હતું. તેથી તેમને પોતાના મિત્ર જીગ્નેશભાઈ રાદડિયા અને કેયુર સવાણીનો સંપર્ક કર્યો હતો અને આ બંને મિત્રોના દિલીપભાઈ એ 10000 ડોલર આપ્યા હતા.

Gujarat Surat
Untitled 85 સુરતમાં બે મિત્રો એ જ વેપારી સાથે 10000 ડોલરની કરી છેતરપિંડી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

@અમિત રૂપાપરા

સુરતના પાલ વિસ્તારમાં બે મિત્રો દ્વારા જ વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. બે મિત્રોએ 10000 ડોલરની છેતરપિંડી વેપારી સાથે કરી. વેપારીને આફ્રિકામાં 10000 ડોલર આપશે તેવું કહી પૈસા લીધા હતા અને ત્યારબાદ પૈસા પરત ન આપતા વેપારી મુશ્કેલીમાં મુકાયો ત્યારબાદ સુરત આવી બંને મિત્રો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે બે મિત્રોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં રહેતા દિલીપભાઈને હીરાના કામ અર્થે આફ્રિકામાં જવાનું હતું. તેથી તેમને પોતાના મિત્ર જીગ્નેશભાઈ રાદડિયા અને કેયુર સવાણીનો સંપર્ક કર્યો હતો અને આ બંને મિત્રોના દિલીપભાઈ એ 10000 ડોલર આપ્યા હતા. દિલીપભાઈને તેમના બંને મિત્રોએ જણાવ્યું હતું કે અત્યારે તમે 10,000 ડોલર અમને અહીં આપો. તો અમે તમને આફ્રિકામાં આ પૈસા આપી દઈશું. તેથી મિત્રની વાતમાં આવી દિલીપભાઈએ 10,000 ડોલર બંને મિત્રોને આપી દીધા હતા.

ત્યારબાદ દિલીપભાઈ જ્યારે આફ્રિકા પહોંચ્યા અને તેમને પોતાના બંને મિત્રો પાસેથી 10000 ડોલર માગ્યા ત્યારે પૈસા આપવામાં આ બંને લોકો દ્વારા ગલ્લાતલ્લા કરવામાં આવ્યા હતા અને દિલીપભાઈને પૈસા આપ્યા ન હતા. આફ્રિકામાં હીરાના કામ માટે ગયેલા વેપારી દિલીપભાઈને પોતે છેતરાય હોવાનું અહેસાસ થતાં. તેઓ પરત સુરત આવી ગયા હતા અને ત્યારબાદ તેમને બંને મિત્રો વિરુદ્ધ સુરતના પાલ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી અને આ મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને દિલીપભાઈના બંને મિત્રો જીગ્નેશ રાદડિયા અને કેયુર સવાણીની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બંને ઈસમોએ આ પ્રકારે અગાઉ કોઈ સાથે છેતરપિંડી કરી છે કે નહીં તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?