Gujarat Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જનસભા સંબોધી, કહ્યું – ગુજરાતનું અપમાન સહન નહીં થાય

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, તેમણે આ સંબોધનમાં કોઈ પક્ષનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, આ લોકોથી ચેતીને રહેવાની જરૂર છે. કેટલાક પક્ષો ગુજરાતને અપમાનિત કરી રહ્યા છે. કેટલાક રાજકીય પક્ષો…

Top Stories Gujarat
PM Modi at Junagadh

PM Modi at Junagadh: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. સવારે તેઓ ગાંધીનગર અને જૂનાગઢના અડાલજમાં ડિફેન્સ એક્સ્પોમાં જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ જૂનાગઢમાં જય ગિરનારી કહી વિશાળ જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ જૂનાગઢની ભૂમિને સિંહોની ભૂમિ અને નરસિંહની ભૂમિ ગણાવીને કહ્યું કે જ્યાં નજર પડે છે ત્યાં લોકોના આશીર્વાદની ગંગા વહે છે. તમારા આશીર્વાદથી મારી છાતી ગજ કરતાં પણ પહોળી થઈ જાય છે. આજે ગુજરાત દરેક ક્ષેત્રે ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, તેમણે આ સંબોધનમાં કોઈ પક્ષનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, આ લોકોથી ચેતીને રહેવાની જરૂર છે. કેટલાક પક્ષો ગુજરાતને અપમાનિત કરી રહ્યા છે. કેટલાક રાજકીય પક્ષો ગુજરાતના વિકાસથી દુખી છે, અને અપશબ્દોનો ઉપયોગ કરીને ગુજરાતની જનતાનું અપમાન કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. ગુજરાતીઓએ આની સામે આંખ આડા કાન કરવાની જરૂર છે. લોકોએ આવી વિકૃત માનસિકતાથી સાવધ રહેવાની જરૂર છે. ગુજરાતનું અપમાન ગુજરાતમાં સહન નહીં થાય, ગુજરાતમાં કંઈ સારું થાય, ગુજરાત પ્રગતિ કરે તો તેમને દર્દ થવા લાગે છે. કેટલાક રાજકીય પક્ષોને લાગે છે કે તેમની રાજકીય વિચારધારા ગુજરાતનું અપમાન કર્યા વિના કર્યા વિના અધૂરી છે.

આ પણ વાંચો: Rajendra Trivedi/ સરકારી વકીલો માટે 7.86 કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સવલતોનું નિર્માણ કરાશે: રાજેન્દ્ર ત્રિવેદી

આ પણ વાંચો: Photos/ ખડગે જીતતાની સાથે જ રસ્તા પર નાચવા લાગ્યા કોંગ્રેસીઓ, 10 ફોટામાં જુઓ આજે ક્યાં શું થયું

આ પણ વાંચો: new president/ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા, શશિ થરૂરે હાર સ્વીકારી