Not Set/ અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી મિશેલના વકીલ પહોંચ્યા કોંગ્રેસ મુખ્યાલય ….અહીં જાણો શા માટે ?

વીવીઆઈપી ચોપર ડીલમાં થયેલા કથિત કૌભાંડ મામલે વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને બુધવારે કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતો. આ મામલે રાજકારણમાં પણ ગરમી આવી ગઈ છે. કોર્ટમાં હાજરી બાદ મિશેલના વકીલ અલઝૉ જોસેફ કોંગ્રેસ મુખ્યાલયમાં જોવા મળ્યા હતા. જાણકારી મુજબ તેઓ કોંગ્રેસ મહાસચિવ દીપક બાબરિયાને મળવા આવ્યા હતા. જણાવી દઈએ કે, અલઝૉ જોસેફ ભારતીય યુવા કોંગ્રેસના લીગલ […]

Top Stories India
michel 1 અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી મિશેલના વકીલ પહોંચ્યા કોંગ્રેસ મુખ્યાલય ....અહીં જાણો શા માટે ?

વીવીઆઈપી ચોપર ડીલમાં થયેલા કથિત કૌભાંડ મામલે વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને બુધવારે કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતો. આ મામલે રાજકારણમાં પણ ગરમી આવી ગઈ છે. કોર્ટમાં હાજરી બાદ મિશેલના વકીલ અલઝૉ જોસેફ કોંગ્રેસ મુખ્યાલયમાં જોવા મળ્યા હતા. જાણકારી મુજબ તેઓ કોંગ્રેસ મહાસચિવ દીપક બાબરિયાને મળવા આવ્યા હતા.

જણાવી દઈએ કે, અલઝૉ જોસેફ ભારતીય યુવા કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટના નેશનલ ઇન્ચાર્જ છે. એમણે કહ્યું કે, હું એક વકીલ છું અને મારા વ્યવસાય હેતુથી હું મિશેલ તરફથી હાજર રહ્યો હતો. જયારે હું કોઈ ક્લાયન્ટ તરફથી હાજર હોવ છું, તો એ મારી ડ્યુટી છે. ત્યારે મારે કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા હોતા નથી.

જોસેફે આગળ જણાવ્યું કે, કોંગ્રેસ સાથેના મારા સંબંધો અલગ છે અને મારો વ્યવસાય અલગ છે. મારા એક મિત્ર દ્વારા ઈટાલીના વકીલે મારો સંપર્ક કર્યો હતો, એટલે મેં આ મામલો હાથમાં લેવાનો નિર્ણય કર્યો હતો.

મિશેલને ભારત લવાયા બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે. પહેલા વિપક્ષ રાફેલને લઈને સરકાર પર હુમલાઓ કરી રહ્યું હતું. જયારે હવે ભાજપ અગસ્ટા વેસ્ટલેન્ડ બાબતે કોંગ્રેસને ઘેરવામાં કોઈ કસર નહિ છોડે.