KKR vs MI Live/ કોલકાતાએ મુંબઇને પાંચ વિકેટથી હરાવ્યું,પેટ કમિન્સે 15 બોલમાં 56 રનની વિસ્ફોટક ઇનિંગ્સ

કોલકાતા નાઈટ રાઈડર્સના પેટ કમિન્સે માત્ર 14 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને એક ઓવરમાં 35 રન બનાવી પોતાની ટીમને જીત અપાવી

Top Stories Sports
6 8 કોલકાતાએ મુંબઇને પાંચ વિકેટથી હરાવ્યું,પેટ કમિન્સે 15 બોલમાં 56 રનની વિસ્ફોટક ઇનિંગ્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 14મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સામનો મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે થશે. મેચમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીતનું લક્ષ્ય રાખશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સે મેચ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે આ સિઝનની પ્રથમ મેચ રમી હતી અને આવતાની સાથે જ તેને ધમાલ મચાવી દીધી હતી. પેટ કમિન્સે આઈપીએલની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી અને મુંબઈ ઈન્ડિયન્સને પોતાની ઝપેટમાં લઈ લીધું.કોલકાતા નાઈટ રાઈડર્સના પેટ કમિન્સે માત્ર 14 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને એક ઓવરમાં 35 રન બનાવી પોતાની ટીમને જીત અપાવી

10;55 PM

વેંકટેશ અય્યરે જસપ્રીત બુમરાહની આ ઓવરના પહેલા બોલ પર સિંગલ લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ચોથા બોલ પર પેટ કમિન્સે આગલા બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારીને ટીમને ટાર્ગેટ તરફ લઈ ગઈ. પેટ કમિન્સ તોફાની બેટિંગ કરી રહ્યો છે. કોલકાતાનો સ્કોર 15 ઓવર પછી 127/5

10;45 PM

ટાઇમલ મિલ્સે આ ઓવરના પ્રથમ બોલ પર આન્દ્રે રસેલને 11 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. હવે પેટ કમિન્સ બેટિંગ કરવા આવ્યો છે. પેટ કમિન્સે પાંચમા બોલ પર સિક્સર અને છેલ્લા બોલ પર ફોર ફટકારી હતી. કોલકાતાનો સ્કોર 14 ઓવર પછી 115/5

10;37 PM

આ ઓવરમાં મુરુગન અશ્વિને શાનદાર બોલિંગ કરી અને નીતિશ રાણાને 8 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. ડેનિયલ સેમસે રાણાનો કેચ પકડ્યો હતો. હવે આન્દ્રે રસેલ બેટિંગ કરવા આવ્યો છે. રસેલે ઓવરના છેલ્લા બોલ પર લાંબી સિક્સર ફટકારી હતી. કોલકાતાનો સ્કોર 12 ઓવર પછી 89/4

10;31 PM

ફરી એકવાર મુરુગન અશ્વિન બોલિંગ કરવા આવ્યો. વેંકટેશ અય્યરે ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી મુરુગન અશ્વિન 17 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. કોલકાતાની ત્રીજી વિકેટ પડી છે. હવે નીતિશ રાણા બેટિંગ કરવા આવ્યા છે. કોલકાતાનો સ્કોર 11 ઓવર પછી 81/3

10;10 PM

આ ઓવરમાં મુરુગન અશ્વિન બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર સેમ બિલિંગ્સે ચોગ્ગો ફટકાર્યો અને બોલને 6 રનમાં બાઉન્ડ્રી લાઇનની પાર મોકલી દીધો. વેંકટેશ અય્યર 24 અને સેમ બિલિંગ્સ 9 રન બનાવીને રમી રહ્યા છે. કોલકાતાનો સ્કોર 8 ઓવર પછી 50/2

9;55 PM

ટિમલ મિલ્સે 7 રનના અંગત સ્કોર પર અજિંક્ય રહાણેને પ્રથમ ઓવરના પહેલા જ બોલ પર પેવેલિયન મોકલ્યો હતો. હવે કેપ્ટન શ્રેયસ અય્યર બેટિંગ કરવા આવ્યો છે. અય્યરે બીજા અને પાંચમા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં બેટ્સમેનોએ 10 રન બનાવ્યા હતા. કોલકાતાનો સ્કોર 5 ઓવર પછી 26/1

9;45 PM

બેસિલ થમ્પીની આ ઓવરના બીજા બોલ પર વેંકટેશ અય્યરે ચોગ્ગો ફટકાર્યો હતો. કોલકાતાની ઇનિંગ્સની આ પ્રથમ ઓવર છે. આ ઓવરમાં બંને બેટ્સમેનોએ 5 રન બનાવ્યા હતા. કોલકાતાનો સ્કોર 3 ઓવર પછી 14/0

9;40 PM

162 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાની ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી છે. અજિંક્ય રહાણે અને વેંકટેશ અય્યર ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા છે. મુંબઈ માટે બાસિલ થમ્પીએ પ્રથમ ઓવર કરી હતી. થમ્પીએ આ ઓવરમાં સારી બોલિંગ કરી હતી. કોલકાતાનો સ્કોર 1 ઓવર પછી 3/0

9;25 PM

કોલકાતા તરફથી છેલ્લી ઓવર પેટ કમિન્સે કરી હતી. ઓવરના પહેલા બોલ પર સૂર્યકુમાર યાદવ 52 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. તેના પછી બેટિંગ કરવા આવેલા કિરોન પોલાર્ડે ત્રીજા, પાંચમા અને છેલ્લા બોલે ત્રણ સિક્સર ફટકારી હતી. મુંબઈને છેલ્લી ઓવરમાં 23 રન મળ્યા હતા. મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા છે. પોલાર્ડે 5 બોલમાં અણનમ 22 રનની તોફાની ઇનિંગ રમી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી દીધી. તિલક વર્મા 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. કોલકાતાને 162 રનનો ટાર્ગેટ મળ્યો હતો. KKR તરફથી પેટ કમિન્સે 2 અને ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી હતી.

9:10 PM

આન્દ્રે રસેલની આ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને સૂર્યકુમાર યાદવે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રસેલના ચોથા બોલ પર તિલક વર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં બંને બેટ્સમેનોએ 9 રન બનાવ્યા હતા. મુંબઈનો સ્કોર 19 ઓવર પછી 138/3

9:05 PM

સુનીલ નારાયણની આ ઓવરમાં સૂર્યકુમાર યાદવે એક સિક્સર અને ફોર ફટકારીને સ્કોરને આગળ ધપાવ્યો હતો. સૂર્યકુમાર 47 અને તિલક વર્મા 34 રને રમી રહ્યા છે. બંને બેટ્સમેન ઝડપી રન લઈને મુંબઈના સ્કોરને આગળ લઈ રહ્યા છે. 18 ઓવર પછી મુંબઈનો સ્કોર 129/3

08:50 PM, 06-APR-2022

પેટ કમિન્સની આ ઓવરના પહેલા બોલ પર તિલક વર્માએ સિક્સર ફટકારી હતી. આ પછી બંને બેટ્સમેનોએ સ્ટ્રાઈક રોટેટ કરતા કેટલાક રન મેળવ્યા હતા. પાંચમા બોલ પર તિલક ચોગ્ગો ફટકારીને સ્કોરને આગળ લઈ ગયો. બંને બેટ્સમેન સારી સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. મુંબઈનો સ્કોર 16 ઓવર પછી 98/3

08:26 PM, 06-APR-2022

11 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સે ત્રણ વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. આ ઓવરના છેલ્લા બોલ પર ઈશાન કિશન આઉટ થયો હતો. તે 21 બોલમાં 14 રન બનાવી શક્યો હતો. તે પેટ કમિન્સ દ્વારા શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ થયો હતો. આ વર્ષે મેગા ઓક્શનમાં કિશન સૌથી મોંઘો ખેલાડી હતો. તેને મુંબઈએ 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં સૂર્યકુમાર યાદવ 14 બોલમાં આઠ રન બનાવીને તિલક વર્મા ક્રિઝ પર છે.

08:04 PM, 06-APR-2022

મુંબઈની ઈનિંગ્સનો પાવર-પ્લે પૂરો થઈ ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ છ ઓવર પછી એક વિકેટે 35 રન છે. હાલમાં ડેવાલ્ડ બ્રેવિસ 12 બોલમાં 21 રન અને ઈશાન કિશન 12 બોલમાં 10 રન બનાવીને ક્રીઝ પર છે. ‘બેબી એબી’ તરીકે પ્રખ્યાત બ્રેવિસ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે કમિન્સ અને ઉમેશ યાદવના બોલને બાઉન્ડ્રી લાઇનની પાર મોકલી દીધા. ડી વિલિયર્સને પોતાનો આદર્શ માનનારા બ્રેવિસે અંડર-19 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.