Not Set/ પરેશ ધાનાણી સાથે હાર્દિકની મુલાકાત, અમારી કરણી કથની એક છે: પરેશ ધાનાણી

ગાંધીનગર, અનામતના મુદ્દાને લઈને ફરી એક વખત રાજકારમમાં ગરમાવો આવ્યો છે. સીએમ ફડણવિસ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભામાં 16 ટકા અનામતના  બિલને મંજૂરી આપતાં ફરી એક વખત આ મુદ્દો ઉછળ્યો છે અને આજ મામલે હાર્દિક પટેલે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીએ કોંગ્રેસ પક્ષ વતી વિધાનસભામાં […]

Top Stories Gujarat
mantavya 38 પરેશ ધાનાણી સાથે હાર્દિકની મુલાકાત, અમારી કરણી કથની એક છે: પરેશ ધાનાણી

ગાંધીનગર,

અનામતના મુદ્દાને લઈને ફરી એક વખત રાજકારમમાં ગરમાવો આવ્યો છે. સીએમ ફડણવિસ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભામાં 16 ટકા અનામતના  બિલને મંજૂરી આપતાં ફરી એક વખત આ મુદ્દો ઉછળ્યો છે અને આજ મામલે હાર્દિક પટેલે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી.

હાર્દિક પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીએ કોંગ્રેસ પક્ષ વતી વિધાનસભામાં સુધારા વધારા સાથે બિલ રજૂ કરવાની બાંહેધરી આપી છે. જ્યારે પરેશ ધાનાણીએ પણ જણાવ્યું કે, હાર્દિક પટેલ સમાજની વાત લઈને આવ્યા છે અને 2016માં વિધાનસભામાં ખાનગી મેમ્બર બિલ દાખલ કર્યુ હતું.

કોંગ્રેસ પક્ષે તેની પર મહોર મારી 20% અનામત 2016 માં વિધાનસભામાં રજૂ કર્યું હતું. બિન અનામત વર્ગમાં આવે તેવા તમામ સવર્ણો માટે 20% અનમત મળે તેવી લાગણી  હતી. 5 જેટલા તજજ્ઞોની સમિતિની રચના કરી છે અને 60 દિવસમાં આ હયાત પંચ કે કમિશન રાજ્યના વિવિધ સમાજના વિસ્તારોમાં મૂલ્યાંકન કરી સરકારને અહેવાલ આપે.

ખુલા મને ચર્ચા કરી આર્થિક અને શૈક્ષણિક રીતે અનામત મળે તેવી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે. ફેબ્રુ 2016 માં કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા સોનીયા  ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહોર મારી છે.

હરિયાણા, મહારાષ્ટ્ર, અને રાજસ્થાનની પેટર્નનો અભ્યાસ કરી ગુજરાતમાં પણ સનવિધાનીક રીતે સરકાર અનામત આપે તે માટે કોંગ્રેસ પક્ષ સકારાત્મક છે.

અમારી કરણી અને કથની એક છે તેમ પણ તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું હતું.વધુમાં તેમણે કહ્યું કે,  હું મીડિયા મારફત મુખ્યમંત્રીને વિનંતી કરું  છું કે અમે મૂકેલું બિલ વિધાન સભામાં લાવે અને અનામત મામલે  સરકાર ચોક્કસ નિર્ણય લે તેવી અમારી માંગ છે…