Not Set/ જાણો, ક્યાં સુધી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે હવે 11મી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Others
A 66 જાણો, ક્યાં સુધી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે હવે 11મી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા 4થી જુન સુધી મંદિર બંધ રહેવાનું હતું પરંતુ કોરોના સંક્રમણમાં સાવચેતીના પગલા રૂપે મંદિર ખોલવામાં એક સપ્તાહ લંબાવાયું છે. ગુજરાત અને દેશના વિવિધ રાજયોના યાત્રીઓ વારંવાર અંબાજી મંદિરના દર્શને આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણ વધતા આ મંદિરને જનતા માટે બંધ કરવામાં આવ્યું છે.

content image db8cef69 cc92 4be3 96bd 270d1305f72b જાણો, ક્યાં સુધી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ

આ પણ વાંચો:રોગચાળાને અટકાવવા રાજકોટના સ્લમ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો : લોહીના નમૂના લેવાયા

ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોના યાત્રીઓ વારંવાર અંબાજી મંદિરના દર્શને આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણ વધતાં આ મંદિરને જનતા માટે બંધ કરવામાં આવ્યું છે. અંબાજીના ભાવિક ભક્તોને હજી 11મી જૂન સુધી પ્રતિક્ષા કરવી પડે તેમ છે, કેમ કે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે અવધિ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:આવતીકાલે યોજાશે પર્યાવરણ દિવસ, રાજ્યમાં પણ વૃક્ષારોપણ સહિતના યોજાશે કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે શામળાજી પછી અંબાજી મંદિરમાં ભાવિક ભકતો માટે ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મંદિરમાં પણ ટુંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો નહી. મંદિરના પ્રવેશદ્વારે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ પહેલા શામળાજી મંદિરમાં પણ ટુંકા વસ્ત્રો પહેરીને આવનારા ભકતો માટે પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ આદેશનું પાલન પુરૂષ અને મહિલાઓએ કરવાનું રહેશે.

આ પણ વાંચો:યુવતીના એકતરફી પ્રેમમાં ભાણાએ મામાની કરી હત્યા