Junagadh/ હવે ગીરનારમાં પણ સિંહ દર્શનની થશે શરૂઆત, સાસણની જેમ નિયમો પાડવા પડશે

20 જાન્યુઆરીએ જુનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગીરનાર નેચર સફારી શરૂ કરવાને લઈને જાહેરાત કરી હતી, ત્યારબાદ હવે રાજ્ય સરકારે આ અંતિમ નિર્ણય લીધો છે.

Gujarat Others
a 412 હવે ગીરનારમાં પણ સિંહ દર્શનની થશે શરૂઆત, સાસણની જેમ નિયમો પાડવા પડશે

એશિયાઈ સિંહોનું ગઢ કહેવાતું સાસણ સિંહોના દર્શન માટે ખુબ પ્રખ્યાત છે અને આ સિંહોના દર્શન માટે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે, ત્યારબાદ હવે ગીરનાર નેચર સફારીની પણ શરૂઆત કરવા જઈ રહી છે.

20 જાન્યુઆરીએ જુનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગીરનાર નેચર સફારી શરૂ કરવાને લઈને જાહેરાત કરી હતી, ત્યારબાદ હવે રાજ્ય સરકારે આ અંતિમ નિર્ણય લીધો છે.

આ નિર્ણય બાદ હવે જૂનાગઢ ગીરનાર પર્વતના ઈન્દ્રેશ્વર નાકાથી પાતુરણ થાણા સુધી અંદાજિત 36 કિલોમીટરના રૂટ પર આ નેચર સફારી શરૂ કરવામા આવી છે. જો કે, આજથી 3 વર્ષ અગાઉ સરકારે ગીરનાર નેચર સફારી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ કોઈ કારણોસર શરૂ થઈ શકી નહતી.

બીજી તરફ ગીરનાર જંગલ નેચર સફારી પાર્ક માટે કેટલાક નિયમો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જે અંતર્ગત દરરોજની માત્ર 8 જ પરમીટ કાઢવામાં આવશે.  આ સાથે ગીરનારમાં પ્રવાસીઓને સિંહ દર્શન માટે 800 રૂપિયા પરમીટ ચાર્જ, 1700 રૂપિયા ભાડુ અને 400 રૂપિયા ગાઈડના એમ કુલ મળીને 2900 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે શનિવાર અને રવિવાર તથા રજાના દિવસોમાં પરમીટ ચાર્જ 1 હજાર રૂપિયા રાખવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો