Morbi/ સાવડી ગામે સગીરા સાથે બનેલ દુષ્કર્મ બાબતે સામજિક એકતા જાગૃતિ મિશનની ટીમે લીધી મુલાકાત

ટંકારા તાલુકા ના સાવડી ગામે 14 વર્ષ ની માલધારી સમાજની દીકરી સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાબતે સામજિક એકતા જાગૃતિ મિશનની ટીમે મુલાકાત કરી

Gujarat Others
a 458 સાવડી ગામે સગીરા સાથે બનેલ દુષ્કર્મ બાબતે સામજિક એકતા જાગૃતિ મિશનની ટીમે લીધી મુલાકાત

@બલદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

ટંકારા તાલુકાના સાવળી ગામે માલધારી સમાજની ૧૪વર્ષની બાળકી સાથે બનેલ થોડા દિવસો પહેલા દુષ્કર્મની ઘટના બનેલ જે અનુસંધાને સામાજિક એકતા જાગૃતિ મિશનની રાષ્ટ્રીય ટીમે પીડિત પરિવાર ના ઘરે રૂબરૂ મુલાકાત કરી હતી.સમગ્ર ઘટના બાબતે સામાજિક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ,રાષ્ટ્રીય મહાસચિવ ભીમજી બેડવા, સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી સુખદેવ રાઠોડ, મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ગેડીયા, જિલ્લા સહ પ્રભારી હમીરભાઇ ટોડીયા, જિલ્લા અધ્યક્ષ મધુવન સંઘપાલ જિલ્લા મીડિયા સચીવ સુરેશ રાયકા વગેરે લોકો દ્વારા મોરબી પોલીસ વડા ની રૂબરૂ મુલાકાત કરી સમગ્ર ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી,

જેમાં આરોપી વિરૂદ્ધ પોકશો એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે,પીડિત પરિવાર ને પોલીસ રક્ષણ આપવા માં આવે, કોર્ટમાં ડે ટુ ડે કેસ ચલાવવામાં આવે,આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે,પરિવાર ને સ્વરક્ષણ માટે હથિયાર રાખવા માટે પરવાનો આપવામાં આવે વગેરે માંગણી મૂકવામાં આવી તેમજ 15  દિવસ માટે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે નહિતર સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે.

મિશન ના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે રાજ્યની રૂપાણી સરકાર ફક્ત એના ભાષણો માં બેટી બચાવો બેટી પઢાઓ ના ની વાતો કરે છે જ્યારે આવી માનવતા ને શર્મ સાર કરતી ઘટના બાબતે ચૂપ રહે છે.આ દુષ્કર્મની સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ થાય અને પીડિત પરિવાર ને ઝડપીથી ન્યાય મળે એ બાબતે મોરબી જિલ્લા પોલીસવડા ને આવેદન પણ આપવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…