Gujrat Elections 2022/ કોંગ્રેસ સાથે છેડો ફાડી,ભાજપનો ખેસ પહેરનારા નેતાઓની બહુમતીથી જીત

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. તમામ રેકોર્ડ તોડીને ભાજપ બહુમતી સાથે જીત મેળવી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Election

Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. તમામ રેકોર્ડ તોડીને ભાજપ બહુમતી સાથે જીત મેળવી છે.  આ ઇલેક્શનમાં બીજેપીએ કોંગ્રેસને કડકભૂસ કરી નાંખી છે.  જો કે આ વિધાનસભામાં સૌની નજર  કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ઉમેદવારો પરહતી. નોંધનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા તમામ  ઉમેદવારોએ જીત હાંસીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસાથી જીતી ગયા હતા. બળવંતસિંહ રાજપુત સિદ્ધપુરમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોરનો ગાંધીનગર દક્ષિણથી વિજ થયા હતા. હાર્દિક પટેલ વિરમગામથી જીત્યા હતા. કાલુ ડાભી ધંધુકાથી જીત્યા હતા. કુંવરજી બાવળીયા જસદણથી જીત્યા હતા, ભગા બારડ તાલાલાથી જીતી ગયા હતા. જે.વી કાકડીયા ધારીથી જીતી ગયા હતા. અક્ષય પટેલ કરજણથી જીતી ગયા હતા. જીતુ ચૌધરી, કપરાડામાંથી જીત્યા હતા.  અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માથી જીત્યા હતા. ઘનશ્યામ વિરાણી બોટાદથી જીત્યા હતા. જવાહર ચાવડા માણાવદર અને હર્ષદ રિબડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

નોંધનીય છે કે જસદણથી કુંવરજી બાવળીયાને હરાવવા માટે ભાજપના જ નેતાઓ અને અગ્રણીઓ પ્રયાસ કરી રહ્યા હતા. તેઓની ઓડિયો ક્લિપો પણ વાયરલ થઇ હતી. લોકો ત્યાંના કોંગ્રેસી ઉમેદવાર ભોળાભાઇને જીતાડવા માટે અંદરખાને  કામગીરી કરી રહ્યા હતા. પરંતુ આટલા પડકારો છતા પણ કુંવરજી બાવળીયા જીતી ગયા હતા.