અમદાવાદ/ આરટીઇ હેઠળ 40 ટકા અરજી પેન્ડીંગ, ડોક્યુમેન્ટ ચકાસણી કરી પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના

આરટીઇ હેઠળ પ્રવેશ આપવાના મુદ્દે આજે પણ 40 ટકા અરજીઓ પર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્યા નથી. અમદાવાદ જિલ્લામાં હજી 40 ટકા અરજી પેન્ડીંગ રહેતા તાકીદે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે.

Ahmedabad Gujarat
આરટીઇ
  • આરટીઇ હેઠળ 40 ટકા અરજી પેન્ડીંગ
  • 4 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના
  • નિયત સમયમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવા તાકીદ
  • ડોક્યુમેન્ટ ચકાસણી કરી પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના

ગરીબ વિદ્યાર્થીઓને ધોરણ-1 માં આરટીઇ હેઠળ પ્રવેશ આપવાના મુદ્દે આજે પણ 40 ટકા અરજીઓ પર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્યા નથી. અમદાવાદ જિલ્લામાં હજી 40 ટકા અરજી પેન્ડીંગ રહેતા તાકીદે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે.

આરટીઈ

આ પણ વાંચો – બેકાબુ મહામારી / ભારતમાં 6 દિવસો બાદ આજે નોંધાયા 40 હજારથી ઓછા કેસ, કેરળમાં પણ ઘટ્યું સંક્રમણ

Right to Education act હેઠળ ધોરણ-1 માં ગરીબ વિદ્યાર્થીઓને ફરજીયાત પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવાની મુદત 27 જુલાઇ પૂર્ણ થઇ ગયા બાદ વિદ્યાર્થીઓનાં પ્રવેશની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં સ્થાન મેળવેલા વિદ્યાર્થીનાં પ્રવેશ તારીખ 4 ઓગસ્ટ સુધીમાં કન્ફર્મ કરવાની અંતિમ તારીખ છે. આ અંગે વિદ્યાર્થીનાં ડોક્યુમેન્ટ ચકાસણી કર્યા બાદ શાળા વિદ્યાર્થીનો પ્રવેશ કન્ફર્મ કરે છે. હાલમાં પ્રાપ્ત થયેલી વિગત મુજબ 40 ટકા વિદ્યાર્થીઓની અરજી પેન્ડીંગ બતાવવામાં આવી છે. હવે જ્યારે એક જ દિવસ બાકી છે ત્યારે જે વિદ્યાર્થીઓની અરજી પેન્ડીંગ છે તેઓએ ડોયુમેન્ટ ચકાસણી કરી પ્રવેશ કન્ફર્મ કરવા જણાવવામાં આવ્યું છે.

આરટીઈ

આ પણ વાંચો – બીનહરીફ થશે /  જમીન વિકાસ બેંક રાજકોટ-મોરબી જિલ્લા ડીરેકટરના ઉમેદવાર હરદેવસિંહ જાડેજાને પ્રતિસ્પર્ધી ઉમેદવારે ટેકો કર્યો જાહેર

હવે આ અંગે ડીઇઓ દ્વારા શાળાને સૂચના આપવામાં આવી છે. જો શાળા નિયતસમયમાં પ્રવેશ કામગીરી નહીં કરે તો શાળાની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવી છે. ડીઇઓએ એવી પણ સૂચના આપી છે કે, ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં પણ વિસંગતતા હોય તો કચેરીનો સંપર્ક કરવો પરંતુ નિયત સમય એટલે કે 4 ઓગસ્ટ સુધીમાં પ્રક્રિયા સંપન્ન કરીને આરટીઇ હેઠળ પ્રવેશ માટેની અરજીની કાર્યવાહી પૂર્ણ કરવા પ્રવેશ આપવા આદેશ કરવામાં આવ્યા છે.