#TokyoOlympic2021/ નોર્વેનાં કાર્સ્ટેન વોરહોલ્મે પુરુષોની 400 મીટર હર્ડલ્સમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ જીત્યો

મંગળવારે અહીં ટોક્યો ઓલિમ્પિકમાં નોર્વેનાં કાર્સ્ટેન વોરહોલ્મે પુરુષોની 400 મીટર હર્ડલ્સમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Top Stories Sports
કાર્સ્ટેન

મંગળવારે અહીં ટોક્યો ઓલિમ્પિકમાં નોર્વેનાં કાર્સ્ટેન વોરહોલ્મે પુરુષોની 400 મીટર હર્ડલ્સમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બે વખતનાં વર્લ્ડ ચેમ્પિયનએ ફાઇનલમાં 45.94 નો સ્કોર કર્યો હતો. સાતમાંથી છ દોડવીરો જેમણે રેસ પૂર્ણ કરી હતી તેઓએ પ્રાદેશિક અથવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા. વોરહોલ્મે અગાઉ 1 જુલાઈનાં રોજ ઓસ્લોમાં 46.70 નાં સમય સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે તેમણે પોતાના જ રેકોર્ડને સુધાર્યો છે.

કાર્સ્ટેન

આ પણ વાંચો – ફુગાવો / આમ આદમી પીટાવવા માટે રહે તૈયાર, આવતીકાલથી ATM,પગાર, EMI સહિતના નિયમોમાં ફેરફાર

અમેરિકાનાં રાય બેન્જામિને 46.17 સેકન્ડનાં સમય સાથે સિલ્વર અને બ્રાઝિલનાં એલિસન ડોસ સાન્તોસે બ્રોન્ઝ જીત્યો. અગાઉ મહિલાઓની લાંબી કૂદમાં જર્મનીની મલાઇકા મિહામ્બોએ તેના અંતિમ પ્રયાસમાં સાત મીટરનાં કૂદકા સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે અમેરિકાની બ્રિટની રીસને પાછળ છોડી દીધી હતી.

આ પણ વાંચો – ક્રિકેટ / હરભજનની પત્નીને બે વખત થયું હતું મિસ કેરજ, બીજી વખત માતા બનવામાં આવી આ મુશ્કેલી…

રીસે લંડન 2012 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ રિયો પછી તેને ટોક્યોમાં પણ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તેણે 6.97 મીટરની છલાંગ લગાવી હતી. નાઇજીરીયાનાં ઇસે બ્રૂમે બ્રોન્ઝ મેડલ જીત્યો. ફાઈનલ પહેલા તમામની નજર વોરહોમ અને બેન્જામિન પર હતી, પરંતુ નોર્વેનાં દોડવીરે બતાવ્યું કે, શા માટે તેની ગણતરી વિશ્વનાં સૌથી કુશળ ખેલાડીઓમાં થાય છે. બેન્જામિને વર્લ્ડ રેકોર્ડ સમય કરતા પણ ઓછા સમયમાં રેસ પૂરી કરી હતી, અને વોરહોલ્મે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. આ રેસ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની સૌથી અદભૂત રેસમાંની એક હતી અને તેણે ઘણા રાષ્ટ્રીય અથવા પ્રાદેશિક રેકોર્ડ તોડ્યા હતા.

કાર્સ્ટેન

આ પણ વાંચો – ડિજિટલ ચલણ / રિઝર્વ બેંક ડિજિટલ રૂપિયો રજૂ કરવાની તૈયારી કરી રહી છે; જાણો તમારા ખિસ્સામાં રાખેલા પૈસાથી તે કેવીરીતે  અલગ હશે?

અગાઉ 26 જૂનની રાત્રે, અમેરિકાનાં એથ્લેટિક્સ ટ્રાયલ્સ દરમ્યાન વોરહોમનાં હરીફ રે બેન્જામિન માત્ર 0.05 સેકન્ડથી વિશ્વ રેકોર્ડ તોડવાનું ચૂકી ગયા હતા. જોકે, બેન્જામિનને વર્લ્ડ રેકોર્ડ તોડી ન શકવાનો અફસોસ નથી. તે કહે છે કે તે ટોક્યોમાં આ કરી શકશે. જો કે, હવે તેમના માટે પડકાર વધી ગયો છે અને વોરહોમનાં રેકોર્ડથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ ઇવેન્ટ ઓલિમ્પિકમાં ખૂબ જ રોમાંચક બનવાની છે.