ધમકી/ લશ્કર-એ-તૈયબાની જમ્મુ-કાશ્મીર પ્રદેશ BJP અધ્યક્ષ રવિન્દ્ર જૈનને ધમકી

જમ્મુમાં ભાજપનાં જમ્મું-કાશ્મીર એકમનાં અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ શનિવારે દાવો કર્યો હતો કે, લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા પાકિસ્તાની આતંકવાદીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. રૈનાએ કહ્યું કે તેમણે જમ્મુ-કાશ્મીરનાં પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહની સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, જેમણે સમગ્ર મામલાની તપાસની ખાતરી આપી છે. નિધન / નેતાઓ દ્વારા કરવામાં આવતી ઓક્સિનજનની માંગ પણ નથી થઇ […]

Top Stories India
cartoon 14 લશ્કર-એ-તૈયબાની જમ્મુ-કાશ્મીર પ્રદેશ BJP અધ્યક્ષ રવિન્દ્ર જૈનને ધમકી

જમ્મુમાં ભાજપનાં જમ્મું-કાશ્મીર એકમનાં અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ શનિવારે દાવો કર્યો હતો કે, લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા પાકિસ્તાની આતંકવાદીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. રૈનાએ કહ્યું કે તેમણે જમ્મુ-કાશ્મીરનાં પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહની સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, જેમણે સમગ્ર મામલાની તપાસની ખાતરી આપી છે.

નિધન / નેતાઓ દ્વારા કરવામાં આવતી ઓક્સિનજનની માંગ પણ નથી થઇ રહી પૂરી, BJP સાંસદનાં ભાઈનું કોરોનાનાં કારણે અવસાન

જોકે પોલીસે રૈનાને મારી નાખવાની ધમકી અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. બીજેપી નેતાએ દાવો કર્યો હતો કે શનિવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે તેમને એક પાકિસ્તાની મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાને લશ્કર કમાન્ડર બતાવ્યો હતો. રૈનાએ કહ્યું કે, ફોન કરનારાએ તેમને વોટ્સએપ પર એક વીડિયો સંદેશ મોકલ્યો હતો, જેમાં પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરને મુક્ત કરવા અને ત્યાં મંદિર નિર્માણ કરવા જેવા નિવેદનો આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભાજપ નેતાએ પીટીઆઈને કહ્યું કે તેઓ આવી ધમકીઓથી ડરતા નથી. આ વીડિયો રવિન્દ્ર રૈનાને સાંજનાં 5:30 વાગ્યે મળ્યો હતો. આ પછી, તેમણે જમ્મુ-કાશ્મીર પોલીસનાં ડીજીપી, દિલબાગ સિંહ સાથે ફોન પર વાત કરી અને તેમને આ વિશે માહિતી આપી હતી. તેમણે આતંકી દ્વારા મોકલેલો વીડિયો ડીજીને પણ મોકલ્યો હતો. મોકલાવેલા વીડિયોમાં આતંકવાદી તેના ચહેરા પર કપડુ પહેરીને રૈનાને આખરી ચેતવણી આપી રહ્યા છે કે જો તે અને અન્ય મોદીનાં ચમચાઓએ જો જેહાદ વિરુદ્ધ નિવેદન બંધ નહીં કર્યુ તો તે તેમને મારી નાખશે.

કોરોના 2.0 / દેશમાં બીજા દિવસે 2 લાખથી વધુ કોરોના મુક્ત, 24 કલાકમાં 3.49 લાખ નવા કેસ, દિલ્હીની હાલત ગંભીર

કાશ્મીરનાં લોકોને ટેકો આપવા સાથે આતંકવાદી દાવો પણ કરી રહ્યો છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370, 35 A દૂર કરવાનો બદલો લેવામાં આવશે. રવિન્દ્ર રૈનાએ જણાવ્યું કે તેમને લશ્કરે આ વીડિયો સાંજનાં સાડા પાંચ વાગ્યે મળ્યો હતો. લશ્કરે અગાઉ મને ત્રણ વખત ટેલિફોન પર ધમકી આપી હતી, આ પહેલીવાર છે જ્યારે મને કોઈ વીડિયો બહાર પાડીને ધમકી આપવામાં આવી છે. રૈના કહે છે કે તે આવી ધમકીથી તેઓ ડરતા નથી. રૈનાએ કહ્યું કે તે દેશનાં સૈનિકની જેમ અંતિમ શ્વાસ સુધી દેશ માટે લડવાની તૈયારીમાં છે. આવી ચેતવણીઓ તેમને રાષ્ટ્રવિરોધી તત્વો વિરુદ્ધ બોલતા રોકી શકશે નહીં.

Untitled 42 લશ્કર-એ-તૈયબાની જમ્મુ-કાશ્મીર પ્રદેશ BJP અધ્યક્ષ રવિન્દ્ર જૈનને ધમકી