અહો આશ્ચર્યમ...!!/ ચીનની સ્ટાર્ટઅપ કંપનીનો દાવો, ચાર્જ કર્યા વગર 50 વર્ષ….. ચાલશે બેટરી

ચીન દાવો કરી રહ્યું છે કે ચાર્જ કર્યા વગર લાંબો સમય તેવી બેટરીની શોધ કરી છે. આ અનોખી બેટરી 50 વર્ષ સુધી ચાલશે.

Top Stories World
Mantay 13 1 ચીનની સ્ટાર્ટઅપ કંપનીનો દાવો, ચાર્જ કર્યા વગર 50 વર્ષ..... ચાલશે બેટરી

ચીન દાવો કરી રહ્યું છે કે ચાર્જ કર્યા વગર લાંબો સમય તેવી બેટરીની શોધ કરી છે. ચીનની સ્ટાર્ટઅપ કંપનીએ આ ન્યુક્લિયર પાવર બેટરીની શોધ કરી છે. સ્ટાર્ટઅપ કંપની દાવા સાથે કહી રહી છે કે આ અનોખી બેટરી 50 વર્ષ સુધી ચાલશે. આ ન્યુક્લિયર પાવર બેટરીઓ છે જે વીજળી બનાવે છે

સ્ટાર્ટઅપ કંપનીની શોધ

ચીનની સ્ટાર્ટઅપ કંપની Betavoltનું કહેવું છે કે તેમણે બનાવેલ આ અનોખી બેટરીને વધુ મેઈન્ટેન નહી કરવી પડે. આ બેટરીને અત્યાર સુધી સામાન્ય બેટરીને કરાય છે તેમ સતત ચાર્જિંગ નહી કરવું પડે. સંભવત વિશ્વમાં આ પ્રકારની બેટરી બનાવનાર તેમની કંપની પ્રથમ હશે. Betavolt કહે છે કે આ બેટરી નેકસ્ટ જનરેશનની બેટરી છે જેનો અનેકવિધ વસ્તુઓમાં ઉપયોગ કરી શકાશે. બેટરીનું હાલ પાયલોટ સ્તરે ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. જો તમામ પરીક્ષણોમાંથી આ ટેસ્ટીંગ પ્રક્રિયાને સફળતા મળે તો આ બેટરીનો ઉપયોગ ફોન અને ડ્રોન જેવી વસ્તુઓ માટે વધુ સુગમ બની રહેશે.

સ્ટાર્ટઅપ કંપની વધુ માહિતી આપતા કહે છે કે આ ન્યુક્લિયર બેટરીમાં 63 પરમાણુ આઇસોટોપને સિક્કા કરતાં નાના મોડ્યુલમાં મૂકવામાં આવ્યા છે. આ બેટરી લાંબા ગાળાના પાવર સપ્લાય એવા એરોસ્પેસ, AI સાધનો, તબીબી ઉપકરણો, માઇક્રોપ્રોસેસર્સ, અદ્યતન સેન્સર, નાના ડ્રોન અને માઇક્રો રોબોટ્સ જેવી અનેક વસ્તુઓમાં પૂરક બની શકે છે. તેમજ બેટરી ક્ષીણ થતા આઇસોટોપ્સ દ્વારા ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરે છે. કંપનીએ આશા પણ વ્યક્ત કરી છે કે બેટરી પર કરાતા પરીક્ષણ પાર પડે તો ચીનને AI તકનીકી ક્રાંતિમાં આગેવાની લેવામાં મદદ મળશે.

h275rc6k1v6ffw7zizpfwqdr162o ચીનની સ્ટાર્ટઅપ કંપનીનો દાવો, ચાર્જ કર્યા વગર 50 વર્ષ..... ચાલશે બેટરી

બેટરીનીવિશેષતા

બેટાવોલ્ટે કહ્યું કે તેની પ્રથમ પરમાણુ બેટરી 15x15x5 ક્યુબિક મિલીમીટરની છે. તે 100 માઇક્રોવોટ પાવર અને 3V નો વોલ્ટેજ પ્રદાન કરી શકે છે. બેટરીમાં આગ લાગશે નહીં. તેમજ અચાનક પ્રેશર વધવાના કારણે વિસ્ફોટ થશે નહીં. તે 60C થી 120C સુધીના તાપમાનમાં પણ કામ કરી શકે છે.

ચીને 2021 અને 2025 વચ્ચે અર્થતંત્રને મજબૂત કરવા માટે 14મી પંચવર્ષીય યોજના લાગુ કરી. જેના હેઠળ ન્યુક્લિયર બેટરીના મેન્યુફેકચર અને વ્યાવસાયિકકરણની શોધ શરૂ થઈ. જ્યારે અમેરિકા અને યુરોપમાં હજુ પણ આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. બેટાવોલ્ટ કંપનીએ લાંબો સમય ચાલે તેવી બેટરી ઉપરાંત એવા મોબાઈલ ફોનની પણ કલ્પના કરી છે જેને ક્યારેય ચાર્જ ન કરવો પડે. આગામી સમયમાં તેમની કંપની તેના પર કામગીરી કરશે.

શું ખરેખર બેટરી લાંબો સમય ચાલશે

સામાન્ય રીતે ભારતમાં કહેવાય છે કે જે વસ્તુ વધુ સમય ના ચાલે તે ચાઈનોના માલ હશે.  ભારતમાં નાની-મોટી એવી અનેક પ્રોડક્ટ છે જે સસ્તી છે પરંતુ તે લાંબો સમય ચાલતી નથી.  ચીનની વસ્તુઓ ભારતમાં સસ્તી મળે છે પરંતુ તે ટકાઉ નથી હોતી. તે પ્રોડક્ટમાં કવોલિટી નથી હોતી. ત્યારે હવે ચીનની કંપની ચાર્જ કર્યા વગર 50 વર્ષ ચાલે તેવી બેટરીનો દાવો કરી રહ્યું છે તે કેટલો તથ્યપૂર્ણ હશે તે આગામી સમય કહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:pm narendra modi/હાથમાં ડોલ અને મોપ… જ્યારે પીએમ મોદી શ્રી કાળારામ મંદિરમાં શ્રમદાન કરવા ગયા