Maharashtra/ મુંબઈનાં શોપિંગ મોલમાં લાગી ભયાનક આગ, શાંત કરવા બોલાવી પડી ફાયર બ્રિગેડની…

મુંબઇના નાગપડા વિસ્તારમાં આવેલા એક મોલમાં રાત્રીનાં સમયે આગ લાગી હતી. અહી અગ્નિશમન હજુ પણ ચાલુ હોવાનુ સામે આવી રહ્યુ છે.

Top Stories India
sss 1 મુંબઈનાં શોપિંગ મોલમાં લાગી ભયાનક આગ, શાંત કરવા બોલાવી પડી ફાયર બ્રિગેડની...

મુંબઇના નાગપડા વિસ્તારમાં આવેલા એક મોલમાં રાત્રીનાં સમયે આગ લાગી હતી. અહી અગ્નિશમન હજુ પણ ચાલુ હોવાનુ સામે આવી રહ્યુ છે. તેને લેવલ-5 ફાયર જાહેર કરવામાં આવેલ છે. આ દરમિયાન બે ફાયરમેનને ઈજા થઈ હતી. 24 ફાયર એન્જિનની મદદથી 3500 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. પોલીસની મદદથી પડોશી આર્કિડ એન્ક્લેવ બિલ્ડિંગનાં લોકોને બહાર કાઠવામાં આવ્યા હતા.

આ મોલમાં મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક ચીજોની દુકાન વધુ છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ લાગ્યા બાદ રાત્રે 12 વાગ્યાની આસપાસ આગ કાબૂમાં લેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ થોડીવારમાં ફરી તે શરૂ થઇ હતી. આગની વિશાળ જ્વાળાઓ જોઈને અડીને આવેલા રહેણાંક ટાવરને ખાલી કરાવી દેવાયો અને ફાયર બ્રિગેડને કોલ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, સોમવારે મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી, ત્યારબાદ હોસ્પિટલનાં અધિકારીઓએ 40 દર્દીઓને નજીકની હોસ્પિટલોમાં સ્થાનાંતરિત કર્યા હતા. આમાં એક દર્દીનું મોત નીપજ્યું છે, જેને બીજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે મુલુંડની એપેક્સ હોસ્પિટલમાં સાંજે 5 થી 6 દરમિયાન, જનરેટરમાં ઓવરહિટીંગનાં કારણે આગ લાગી હતી. તેમણે કહ્યું કે, આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી અને અગ્નિશામક દળનાં જવાનો 40 દર્દીઓને નજીકની પાંચ હોસ્પિટલોમાં લઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાંજે 6.15 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં વિદ્યુત સમસ્યા હતી તેથી દર્દીઓને નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સવારે 10.05 કલાકે શહેરમાં વીજળીની વ્યાપક સમસ્યા ઉભી થતા શહેરની હોસ્પિટલોએ કેટલાક કલાકો સુધી જનરેટરનો આશરો લેવો પડ્યો હતો.