Ambalal Patel’s cold forecast: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિન-પ્રતિદિન ખુબ વધી રહ્યું છે. રાજ્યાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે,પારો સતત ગગડી રહ્યો છે. જેના લીધે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ઠંડીનું પ્રમાણ હજુપણ વધશે.
ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના (Ambalal Patel’s cold forecast) જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 જાન્યુઆરીથી કોલ્ડ વેવનો બીજો રાઉન઼્ડ આવશે જેમાં હાડ થીજવતી ઠંડી પડશે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખુબ વધશે.બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ન્યુનત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થી પણ નીચું નોંધાવવાની શકયતા રહેલી છે. તેમના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ઠંડીનું પ્રમાણ ખુબ વધી જશે.
નોંધનીય છે કે દેશના (Ambalal Patel’s cold forecast) ઉત્તરીય રાજ્યો તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. મેદાની વિસ્તારોમાં જ્યાં શીત લહેર સાથે ગાઢ ધુમ્મસ છે તો પહાડી વિસ્તારોમાં બરફની સફેદ ચાદર પથરાયેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ 19 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા/મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે બુધવારે (18 જાન્યુઆરી) કહ્યું કે પંજાબ અને હરિયાણામાં 19 અને 20 અને રાજસ્થાનમાં 19 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે. આ સિવાય પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 23થી 25મી અને દિલ્હીમાં 23 અને 24મી જાન્યુઆરીએ હળવા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19મીએ ઉત્તર રાજસ્થાનના અલગ-અલગ સ્થળોએ ઠંડીથી તીવ્ર કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તે છે અને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તે છે. યથાસ્થિતિ યથાવત રહેશે. જો કે આ પછી કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થશે.
19 જાન્યુઆરીએ હિમાચલના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. જ્યારે પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં 18-20 જાન્યુઆરી દરમિયાન, ઓડિશા, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં 18-21 જાન્યુઆરી દરમિયાન ગાઢ ધુમ્મસની શક્યતા છે.
india vs new zealand odi series/ભારતે ભારે રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યું, બ્રેસવેલની વિસ્ફોટક સદી એળે
Jacqueline Fernandez/સુકેશ મારી લાગણીઓ સાથે રમ્યો, જેકલીને કોર્ટ સામે ખોલ્યા નવા રહસ્યો
