ભારત ખરેખર સહિષ્ણુતાથી ભરેલો દેશ છે. ભારતમાં જોવા મળતો જ્ઞાતી-જાતી અને કોમ વચ્ચેનો સમનવય વિશ્વમાં ક્યાંય જોવા મળવો શક્ય જ નથી. ધર્મનાં નામે ધતીંગ કરી રાજકીય લાભો લેતા તત્વોને અને કહેવાતા રાજકીય પક્ષોને આ વાત આ ચૂંટણી પરિણામો પછી સમજાય ગઇ છે. ત્યારે ધર્મની સમનવયતાનો પરિચય શપથ સમયે પણ જોવા મળ્યો.

કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી 20માં સ્થાને શપથ ગ્રહણ કરવા આવેલા. પોતાનાં શપથને ગ્રહણ કરવાની શરુઆત કરતા જ મુખ્તાર અબ્બાસ નક્વીએ વિવિધતામાં એકતા અને હમ સબ એક હે કે હિંદુ-મુસ્લીમ ભાઇ ભાઇ જેવા તમામ નારાને સાર્થક કરી બતાવ્યા. જી હા મુખ્તાર અબ્બાસ નક્વીએ પોતાનાં શપથની શરૂઆત ” મેં મુખ્તાર અબ્બાસ નકવી ઇશ્વરકી સોગંદ લેતા હું કી….” સાથે કરી હતી. નકવી પોતે મુસ્લીમ હોવા છતા શપથ ઇશ્વરનાં નામે લીઇ દાખલો બેસાડ્યો છે. કદાચ દેશનાં ઇતિહાસમાં આવું પણ પહેલી વાર જ બન્યું છે.
જુઓ આ વિડીયો અને ખુદ જ મેળવીલો પ્રમાણ……………
