Ravindra Jadeja Viral Video: ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર રમત બતાવી છે. ઈજા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવમાં ઘાતક બોલિંગ કરતા કુલ 5 વિકેટ ઝડપી હતી. પરિણામ એ આવ્યું કે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ માત્ર 177 રનમાં સમેટાઈ ગયો.
હવે પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો રવિન્દ્ર જાડેજાનો છે. આ વીડીયોમાં જોવા મળે છે કે જાડેજા એક પ્રસંગે બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લે છે અને તેની આંગળીઓમાં નાખે છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા આઉટલેટ Foxsports.com.au એ આ વીડિયો શેર કર્યો છે.
What do you think of this @tdpaine36 Looks like one player giving grippo to the bowler and him rubbing it all over his spinning finger to me. Thoughts? pic.twitter.com/XjcNedJ3Sc
— Darren Lock (@Dags_L) February 9, 2023
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન કોમેન્ટ્રી કરવામાં ક્યાં પાછળ હતા? માઈકલ વોને ફોક્સ સ્પોર્ટનું ટ્વીટ શેર કર્યું અને લખ્યું, ‘તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી. જે સમયે આ વીડિયો બન્યો છે તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 120 રન હતો. તે સમયે કાંગારૂ ટીમ વતી એલેક્સ કેરી અને પીટર હેન્ડ્સકોમ્બ બેટિંગ કરી રહ્યા હતા. જાડેજાએ તેની આંગળીઓ પર શું મૂક્યું હતું તે સ્પષ્ટ નથી. પરંતુ ફૂટેજ જોતા જણાય છે કે જાડેજાએ પોતાની આંગળીઓને આરામ આપવા માટે અમુક મલમ લગાવી હતી. જો કે, માઈકલ વોન અને ટિમ પેઈનની ટિપ્પણીઓ દર્શાવે છે કે વિદેશી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયાને જાડેજાની સફળતા પસંદ નથી આવી અને તેઓએ એક રીતે ભારતીય ક્રિકેટર પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો છે.
What is it he is putting on his spinning finger ? Never ever seen this … #INDvsAUS https://t.co/NBPCjFmq3w
— Michael Vaughan (@MichaelVaughan) February 9, 2023
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને પણ આ અંગે ટિપ્પણી કરી હતી. ટિમ પેને લખ્યું, ‘ઇન્ટરેસ્ટિંગ.’ જો જોવામાં આવે તો બોલ ટેમ્પરિંગને લઈને વિદેશી ખેલાડીઓનો જૂનો ઈતિહાસ છે. 2018 માં દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો કેમરન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું કે બોલ ટેમ્પરિંગ માટે બે ખેલાડીઓ પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: entertaimnent/અંગદ અને સિરાતના લગ્ન બોલિવૂડ દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નથી પ્રેરિત?
