Not Set/ હનીટ્રેપમાં ફસાયો ઉદ્યોગપતિ, યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી માંગ્યા કરોડો રૂપિયા

મોરબીમાં હનીટ્રેપના કિસ્સા સામાન્ય બન્યા છે ત્યારે ગત ગુરુવારના રોજ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં રૂપની માયાજાળમાં ફસાયેલા ઉદ્યોગપતિની કામલીલા વીડિયોમાં કેદ કરી ધ્રોલની યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું હતું. આ બનાવમાં ઉદ્યોગપતિની જાગૃતતાથી પોલીસે આ કેસમાં હનીટ્રેપથી ઉદ્યોગપતિને બ્લેકમેઇલ કરનાર […]

Top Stories Gujarat Trending

મોરબીમાં હનીટ્રેપના કિસ્સા સામાન્ય બન્યા છે ત્યારે ગત ગુરુવારના રોજ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં રૂપની માયાજાળમાં ફસાયેલા ઉદ્યોગપતિની કામલીલા વીડિયોમાં કેદ કરી ધ્રોલની યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું હતું.

આ બનાવમાં ઉદ્યોગપતિની જાગૃતતાથી પોલીસે આ કેસમાં હનીટ્રેપથી ઉદ્યોગપતિને બ્લેકમેઇલ કરનાર યુવતી સહીત બેની ધરપકડ કરી છે. આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબીના એક ઉદ્યોગપતિ સાથે સંબંધો કેળવી ફસાવ્યા બાદ ધ્રોલની યુવતી કાજલે રૂપના કામણ પાથરી શારીરિક સંબંધ બાંધી ચૂપચાપ રીતે તેનો વીડિયો ઉતારી, આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂ.૧ કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

ઉદ્યોગપતિની આ ફરિયાદના આધારે પોલોસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ ધ્રોલના વાડી વિસ્તારમાં રહેતી કાજલ હેમરાજભાઈ પરમાર ઉ.વ.૨૪એ મોરબીના ઉદ્યોગપતિ સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં સંબંધો ગાઢ બનાવ્યા હતા.

એક દિવસ તેણીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને ઉદ્યોગપતિને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં રૂપના મોહપાશમાં ભીંજવી યુવતીએ પોતાની મરજીથી ઉદ્યોગપતિ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ઉદ્યોગપતિની જાણ બહાર તેનો વીડિયો ઉતાર્યો હતો.

આ વીડિયો યુવતીએ ઉદ્યોગપતિને મોકલીને વીડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી અને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ.૧ કરોડની માંગણી કરી હતી. મોરબીના ઉદ્યોગપતિને ફસાવનારી આ યુવતી છેલ્લા ૧૫ દિવસથી ઉદ્યોગપતિને ધમકી આપી હેરાન પરેશાન કરતી હોય, અંતે ઉદ્યોગપતિ મહાશયે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હાલમાં તો પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદના આધારે ગુન્હો નોંધી ત્વરિત કામગીરી કરી રૂપના કામણ પાથરનારી કાજલ હેમરાજ પરમાર, રે.ધ્રોલ જી.જામનગર હાલ, ઇન્દીરાનગર મોરબી અને તેના સાગરીત રમેશ તળશી દઢાણીયા, રે. રવાપર રોડ ગૌતમ સોસાયટી વાળાને ઝડપી લઈ કામલીલાની વિડીયો કલીપ કબ્જે કરી અગાઉ કોઈને ફસાવ્યા છે કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે અને પોલીસ અધિકારીએ મીડિયા સામે મૌન ધારણ કરી લીધું હતું અને આવી ઘટના ઓ પ્રથમ એલ.સી.બી. પાસે કેમ જાય છે? તે બાબત પણ હાલ ખુબ ચર્ચા નો વિષય બન્યો છે.