Not Set/ મકરસંક્રાતી/ આ તહેવારમાં અબોલ પશુ-પક્ષીઓનાં જીવને બચાવવા આગળ આવી રહ્યો છે યુવાવર્ગ

ઉત્તરાયણમાં આકાશમાં ઉડતા પતંગોને કારણે દોરીથી કપાઇને ઘાયલ થતાં અને મૃત્યુ પામતા પક્ષીઓનાં આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે કેટલીક એવી સંસ્થાઓ કાર્યરત બની છે, જે ખડેપગે અબોલ જીવને બચાવીને જીવદયા દાખવે છે. મકરસંક્રાંતિનો તહેવાર સામાન્ય જનતા માટે એક ઉત્સવ હોય છે પણ આ જ તહેવાર અબોલ પશુ પક્ષીઓ માટે મોતની સજા બની  જાય છે […]

Top Stories Ahmedabad Gujarat

ઉત્તરાયણમાં આકાશમાં ઉડતા પતંગોને કારણે દોરીથી કપાઇને ઘાયલ થતાં અને મૃત્યુ પામતા પક્ષીઓનાં આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે કેટલીક એવી સંસ્થાઓ કાર્યરત બની છે, જે ખડેપગે અબોલ જીવને બચાવીને જીવદયા દાખવે છે.

મકરસંક્રાંતિનો તહેવાર સામાન્ય જનતા માટે એક ઉત્સવ હોય છે પણ આ જ તહેવાર અબોલ પશુ પક્ષીઓ માટે મોતની સજા બની  જાય છે અને આ જ તહેવારમાં પતંગની કાચ લગાવેલી અને ચાઈનીઝ દોરીનાં કારણે અનેક પક્ષીઓ ઘાયલ થાય છે. ત્યારે અમદાવાદનાં યુવાનોનાં એક ગ્રૂપ દ્વારા આવા અબોલ પશુ પક્ષીઓને બચાવવા માટે એક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

આ અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓનાં ઓપરેશન માટે એક આખું ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. આ સર્વધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓની સારવાર માટે ખાસ એમ્બુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા ગંભીર સ્થિતિમાં પશુ-પક્ષીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી શકાય. જ્યા તબીબોની ટીમ પણ અબોલ પક્ષીઓનાં જીવ બચાવવા ખડેપગે છે.

અમદાવાદમાં છેલ્લા 19 વર્ષથી અબોલ પશુ-પક્ષીઓની સેવા કરતા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણનાં તહેવાર સમયે પણ કેમ્પ કરવામાં આવ્યો છે. જે કોઈ સરકારની મદદથી નહીં, પરંતુ જીવદયા હેતુસર યુવાનો દ્વારા ઊભો કરવામાં આવેલો છે, જેમાં સામેલ યુવકો અલગ – અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.