Political/ શિવસેના સાંસદ સંજય રાઉતની થઇ શકે છે ધરપકડ, જાણો શું છે કારણ

શિવસેનાનાં સાંસદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી છે, FIR નોંધાયા બાદ હવે સંજય રાઉત પર ધરપકડની તલવાર લટકી રહી છે.

Top Stories India
સંજય રાઉત

શિવસેનાનાં રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ કરવામાં આવી છે, એક મહિલા BJP કાર્યકરની ફરિયાદ પર સંજય રાઉત વિરુદ્ધ IPCની કલમ 509 અને 500 હેઠળ દિલ્હીનાં મંડાવલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. શિવસેનાનાં સાંસદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી છે, FIR નોંધાયા બાદ હવે સંજય રાઉત પર ધરપકડની તલવાર લટકી રહી છે. આરોપ છે કે એક ટીવી ઈન્ટરવ્યુમાં સંજય રાઉતે ભાજપનાં સભ્યો વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમને ધમકી આપી હતી.

આ પણ વાંચો – મધ્ય પ્રદેશ / કૃણાલ કામરા અને ફારૂકી ભોપાલમાં કરશે દિગ્વિજય સિંહ પર કોમેડી, જાણો વિગત

આપને જણાવી દઇએ કે, ‘વાંધાજનક’ ભાષાનો ઉપયોગ કરવાના મામલામાં શિવસેનાનાં નેતા અને રાજ્યસભાનાં સભ્ય સંજય રાઉતની મુશ્કેલીઓ વધી શકે છે. જણાવી દઇએ કે, ભારતીય જનતા પાર્ટી (BJP)નાં એક નેતાએ ટીવી પર પ્રસારિત એક ઈન્ટરવ્યુ દરમિયાન રાઉત પર ભાજપનાં કાર્યકરો વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં રાઉત પર ધમકીનો પણ આરોપ છે. આ મામલે દિલ્હીમાં શિવસેનાનાં નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ દીપ્તિ રાવત ભારદ્વાજે 9 ડિસેમ્બરે મંડાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનાં આધારે FIR નોંધવામાં આવી છે. તેમની ફરિયાદમાં ભારદ્વાજે આરોપ લગાવ્યો હતો કે, સંજય રાઉતે 9 ડિસેમ્બરે એક મરાઠી ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા ઈન્ટરવ્યુ દરમિયાન ભાજપનાં કાર્યકરો વિરુદ્ધ “ચોંકાવનારા નિવેદનો” કર્યા હતા.

આ પણ વાંચો – શું તમને પણ આ પ્રકારના અનુભવ થયા છે? / તો ચેક કરો,ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાની સંભાવના હોય શકે

ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય મહાસચિવ દીપ્તિ રાવત ભારદ્વાજે આરોપ લગાવ્યો કે, રાઉત દ્વારા ભાજપનાં કાર્યકરોને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ સાથે રાજ્યસભાનાં સાંસદ દ્વારા વાંધાજનક ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસનાં એક વરિષ્ઠ અધિકારીએ આ મામલાની માહિતી આપતા કહ્યું કે, ફરિયાદનાં આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 500 (બદનક્ષી માટે સજા) અને 509 (સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડવાનાં હેતુથી શબ્દો, હાવભાવ અથવા કૃત્યોનો ઉપયોગ કરવો ) હેઠળ રાઉત વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે સંજય રાઉતે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મારી સામે દિલ્હીમાં નોંધાયેલી FIR રાજકીય હેતુ માટે કરવામાં આવી છે. મારો અવાજ દબાવવા માટે આવું કરવામાં આવ્યું છે. આ મારા પક્ષને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે કારણ કે CBI, I-T, EDનો ઉપયોગ મારી વિરુદ્ધ થઈ શકે તેમ નથી. હું સાંસદ છું… કેટલાક લોકોને મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા છે જે યોગ્ય નથી.