Miss Universe 2021/ આ સવાલનો જવાબ આપીને મિસ યુનિવર્સ 2021 બની હરનાઝ કૌર સંધુ, જાણો શું આપ્યો જવાબ

ત્રણેય ટોપ સ્પર્ધકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને તમે શું સલાહ આપશો? જેના પર હરનાઝ કૌર સંધુએ જવાબ આપ્યો,

Top Stories Entertainment
હરનાઝ કૌર

ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનારી ભારતની 21 વર્ષની હરનાઝ કૌર સંધુએ જીત મેળવી છે. આ સ્પર્ધામાં 75 દેશોની સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો અને હરનાઝને   તેમને પાછળ છોડીને તાજ જીત્યો હતો. ટોપ 3માં ભારત ઉપરાંત પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. અંતિમ રાઉન્ડમાં હરનાઝને કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેના કારણે તેણી જીતી શકી?

આ પણ વાંચો :ટીવીની ટોચની આ અભિનેત્રીને સલમાનખાને કોનાથી દૂર રહેવાની આપી હતી સલાહ.

ફાઈનલ રાઉન્ડમાં હરનાઝને પૂછવામાં આવ્યો હતો આ સવાલ

ત્રણેય ટોપ સ્પર્ધકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને તમે શું સલાહ આપશો? જેના પર હરનાઝ કૌર સંધુએ જવાબ આપ્યો, તમારે માનવું પડશે કે તમે અનન્ય છો અને તે જ તમને સુંદર બનાવે છે. બહાર આવો, તમારા માટે બોલતા શીખો કારણ કે તમે તમારા જીવનના નેતા છો. આ જવાબ સાથે હરનાઝે સંધુ પાસેથી આ વર્ષની મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો.

જીત પછી કહ્યું- ‘ચક દે ફટ્ટે ઈન્ડિયા’

મિસ યુનિવર્સ 2021નો તાજ જીત્યા બાદ હરનાઝનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. હસતી હરનાઝ ‘ચક દે ફટ્ટે ઈન્ડિયા… ચક દે ફટ્ટે’ કહેતી જોવા મળે છે.

https://www.instagram.com/tv/CXaFzjXKqdX/?utm_source=ig_web_copy_link

પંજાબી ફિલ્મોમાં કર્યું કામ

જણાવી દઈએ કે હરનાઝે ઓક્ટોબરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2021નો તાજ પહેરાવ્યો હતો. હરનાઝે વર્ષ 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ પણ જીત્યો હતો. તેણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. હરનાઝ સંધુએ 2019માં મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તે જાણીતું છે કે 21 વર્ષીય હરનાઝ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી રહી છે. હરનાઝે ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો :અનુષ્કા શર્માએ વેડિંગ એનિવર્સરી પર વિરાટ સાથે શેર કર્યો ફોટો, લખી આ વાત

આગામી દિવસોમાં  આ પંજાબી કુડી પણ તમને બોલીવુડમાં ધૂમ મચાવતી દેખાય તો નવાઈ નહીં. કારણકે, સામાન્ય રીતે આપણે ત્યાં ફેશન અને મોડલિંગમાં એવો ટ્રેન્ડ રહ્યો છેકે, મિસ ઈન્ડિયા, મિસ એશિયા પેસિફિક, મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ બન્યા બાદ આવી સુપર મોડલ માટે બોલીવુડના દરવાજા ખુલી જતાં હોય છે. આ પહેલાં સુષ્મિતા સેન અને લારા દત્તા પણ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ બોલીવુડમાં રૂપેરી પડદે ધૂમ મચાવતી જોવા મળી હતી. જ્યારે ઐશ્વર્ય રાય હોય કે પ્રિયંકા ચોપડા સહિતની સુપર મોડલ મિસ વર્લ્ડ બનાવ્યા બાદ બોલીવુડમાં એન્ટ્રી થઈ હતી.

આ પહેલાં 2000માં લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી. અને એના પહેલાં સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બનનારી પહેલી ભારતીય મહિલા હતી. મિસ યુનિવર્સ 2021માં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતની દીકરી હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે 21 વર્ષના લાંબા સમય બાદ આ ખિતાબ જીત્યો છે.

આ પણ વાંચો :અંકિતા લોખંડેના હાથમાં લાગી વિકી જૈનના નામની મહેંદી, જુઓ ફોટો

આ પણ વાંચો :દિલીપ કુમારના 99માં જન્મદિવસ પર સાયરા બાનુ થયા ભાવુક, જુઓ કેવી રીતે ધર્મેન્દ્રએ સાંભળ્યા