Not Set/ રાજકોટમાં 10 વર્ષની બાળકીએ કર્યો આપઘાત, જાણો શું છે કારણ

રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા કપિલભાઈ ચૌહાણની 10 વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં એકલતાનો લાભ લઈને ગળેફાંસો…

Top Stories Gujarat Rajkot
આપઘાત
  • રાજકોટમાં 10 વર્ષિય બાળાએ કર્યો આપઘાત
  • બાળાએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
  • ભવાનીનગરમાં રહેતી બાળાએ કર્યો આપઘાત
  • પરિવારના સભ્યો બહાર જતા ભર્યું આપઘાતનું પગલું
  • એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી
  • આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી

ગુજરાતમાં આપઘાતનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. મોટાથી લઈને હવે તો નાના બાળકો પણ આપઘાત જેવા ભયંકર પગલાં ભરતા પહેલા એકવાર પણ વિચાર કરતાં નથી.  સાંબરકાઠામાં 9 વર્ષીય બાળકીએ દૂપટ્ટો બાંધી આપઘાત કર્યાની શાહી હજુ સૂકાઈ નથી તેવામાં રાજકોટમાં ધોરણ.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આપઘાત કરતા ખળભળાટ મચ્યો છે. શહેરના રામનાથપરા નજીકના ભવાનીનગર શેરી નં-ર માં રહેતી ખુશાલી કપીલ ચૌહાણ નામની માત્ર દસ વર્ષની બાળકીએ આજે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરીવારજનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે માત્ર દસ વર્ષની બાળાએ ભરેલા આ પગલાથી પોલીસને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે.

આ પણ વાંચો :સરખેજમાં જાનૈયાઓ DJના તાલે ઝૂમતા હતા અને અચાનક આખલાએ કર્યો હુમલો, જુઓ વીડિયો

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા કપિલભાઈ ચૌહાણની 10 વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં એકલતાનો લાભ લઈને ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે પરિવાર સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રવિવારે નાનાવામાં રહેતા કૌટુંબિકને ત્યાં ધાર્મિંગ પ્રસંગમાં જવા તમામ લોકો તૈયાર થયા હતા. ખુશાલીને પણ આવવા જણાવ્યું તો તેને ના પાડી લીધી હતી. ત્યારબાદ પરિવાર કાર્યક્રમમાં નીકળી ગયો હતો.  તે એકલી ઘરે રોકાઈ ગઈ હતી. પરીવારના સભ્યો જતા રહ્યા બાદ પાછળથી તેણે રૂમમાં હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

બપોરે પરીવારના સભ્યોએ પરત આવી ઘણી વખત દરવાજો ખટખટાવ્યો છતાં નહીં ખુલતા પાછળના ભાગે જઈ બારીમાંથી જોતા ખુશાલી લટકતી જોવા મળી હતી. જેને કારણે દરવાજો તોડી તેને બહાર કાઢી તત્કાળ ગુંદાવાડીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો : નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 40 થી વધુ કારના તોડ્યા કાચ

આ ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. વાલીઓએ ખુશાલીનો સ્વભાવ જીદ્દી હોવાનું અને તેને કારણે આ પગલુ ભરી લીધાની શકયતા દર્શાવી હતી.

ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવનાર ખુશાલીના પિતા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. 10 વર્ષની ખુશાલી સૌથી મોટી હતી અને ધો.5માં ભણતી હતી. પત્ની પણ આર્થિક મદદરૂપ થવા દેરાસરમાં કામ કરે છે.

આ પણ વાંચો :ભીલડી રોડ પર સર્જાયો અકસ્માત, બે નાં મોત, 13 લોકોને થઈ ઇજા

આ પણ વાંચો :વિધવા પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતાં બે બાળકના પિતા એવા પ્રેમીએ ગળામાં માર્યા ચપ્પુના ઘા…

આ પણ વાંચો :જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો એક ઘરમાં બે વ્યક્તિઓને નોકરી આપશે : જગદીશ ઠાકોર