Virat Kohli/ IPL 2024: વિરાટ કોહલી તોડી શકે છે બે રેકોર્ડ

IPL 2024 ની છઠ્ઠી મેચ RCB અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે. આ મેચમાં તે IPLના બે મોટા રેકોર્ડ તોડી શકે છે. તેનું નિશાન ડેવિડ વોર્નર અને એમએસ ધોનીના રેકોર્ડ હશે.

Top Stories Breaking News Sports
Beginners guide to 80 3 IPL 2024: વિરાટ કોહલી તોડી શકે છે બે રેકોર્ડ

બેંગ્લુરુઃ  IPL 2024 ની છઠ્ઠી મેચ RCB અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે. આ મેચમાં તે IPLના બે મોટા રેકોર્ડ તોડી શકે છે. તેનું નિશાન ડેવિડ વોર્નર અને એમએસ ધોનીના રેકોર્ડ હશે.

ડેવિડ વોર્નરનો આ રેકોર્ડ ખતરામાં

વિરાટ કોહલી IPLમાં અત્યાર સુધી 238 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 7284 રન બનાવ્યા છે. જેમાં 643 ચોગ્ગાનો સમાવેશ થાય છે. IPLમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેનોની યાદીમાં તે ત્રીજા સ્થાને છે. જ્યારે ડેવિડ વોર્નર 649 ચોગ્ગા સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં જો વિરાટ કોહલી પંજાબ કિંગ્સ સામે 7 ચોગ્ગા ફટકારે તો તે વોર્નરને હરાવી દેશે. બીજી તરફ શિખર ધવન 754 ચોગ્ગા સાથે નંબર વન પર છે.

IPLમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડીઓ

શિખર ધવન- 754 ચોગ્ગા

ડેવિડ વોર્નર- 649 ચોગ્ગા

વિરાટ કોહલી- 643 ચોગ્ગા

રોહિત શર્મા- 561 ચોગ્ગા

સુરેશ રૈના- 506 ચોગ્ગા

ધોનીના આ રેકોર્ડ પર વિરાટની નજર

વિરાટ કોહલી આ મેચમાં સૌથી વધુ ચોગ્ગા તેમજ સૌથી વધુ છગ્ગા મારનારની યાદીમાં એક સ્થાન ઉપર જઈ શકે છે. વિરાટે આઈપીએલમાં અત્યાર સુધી 235 સિક્સર ફટકારી છે અને તે સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓની યાદીમાં 5માં નંબર પર છે. જ્યારે એમએસ ધોની 239 છગ્ગા સાથે ચોથા સ્થાને છે. આવી સ્થિતિમાં વિરાટ 5 સિક્સર મારતા જ આ લિસ્ટમાં ધોનીને પાછળ છોડી દેશે.

IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓ

ક્રિસ ગેલ – 357 છગ્ગા

રોહિત શર્મા – 258 છગ્ગા

એબી ડી વિલિયર્સ – 251 છગ્ગા

એમએસ ધોની – 239 છગ્ગા

વિરાટ કોહલી – 235 છગ્ગા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024/IPL 2024ના બીજા તબક્કાનું શેડ્યુલ જાહેર

આ પણ વાંચોઃ Delhi Capitals/IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો સ્ટાર ખેલાડી

આ પણ વાંચોઃ Border–Gavaskar Trophy/બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે લેવાયો આ મહત્વનો નિર્ણય