Not Set/ Video: રણમાં નર્મદા નિગમની બેદરકારીને કારણે લાખો ગેલન પાણી વેડફાયું

કચ્છ, એક તરફ સરહદી કચ્છ જિલ્લામાં દુષ્કાળ ચાલે છે અને બીજી તરફ નર્મદા નિગમની બેદરકારીને કારણે કચ્છના રણમાં નર્મદાનું લાખો ગેલન પાણી વેડફાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મઢુત્રા અને મોમાયમોરા નજીક રણમાં નર્મદાનું નીર વેડફાતા કચ્છનું રણ મહેરામણ બની ગયું હતું અને બીજી તરફ સરહદી કચ્છના મુંગા જીવો અને લોકો તરસે મરી રહ્યા છે. નર્મદાની […]

Top Stories Gujarat Others Videos
mantavya 107 Video: રણમાં નર્મદા નિગમની બેદરકારીને કારણે લાખો ગેલન પાણી વેડફાયું

કચ્છ,

એક તરફ સરહદી કચ્છ જિલ્લામાં દુષ્કાળ ચાલે છે અને બીજી તરફ નર્મદા નિગમની બેદરકારીને કારણે કચ્છના રણમાં નર્મદાનું લાખો ગેલન પાણી વેડફાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મઢુત્રા અને મોમાયમોરા નજીક રણમાં નર્મદાનું નીર વેડફાતા કચ્છનું રણ મહેરામણ બની ગયું હતું અને બીજી તરફ સરહદી કચ્છના મુંગા જીવો અને લોકો તરસે મરી રહ્યા છે.

નર્મદાની કેનાલ ઓવરફ્લો થવાને કારણે મઢુત્રા અને મોમાયમોરા વચ્ચેથી નર્મદા નિગમે રણમાં પાણી છોડ્યું હતું. પમ્પીંગ સ્ટેશનમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે પમ્પીંગ સ્ટેશન બંધ થઈ ગયું હતું. પરિણામે પાણીનો ઓવરફ્લો થવાને કારણે રણમાં પાણી છોડવું પડ્યું હતું.

એક તરફ સરકાર ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા તૈયાર નથી અને લાખો ગેલન પાણી કચ્છના રણમાં વેડફાઈ ગયું છે. ત્યારે સરકાર અને તંત્રની અછત વચ્ચે આ રીતની બેદરકારીનો ભોગ કચ્છીઓને બનવું પડે છે. સમગ્ર કચ્છ જિલ્લો સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યો છે. એક તરફ બન્ની પચ્છમ અને લખપત અબડાસાના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.

પશુઓ પાણી વિના તરફડીયા મારીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. તેવામાં લાખો ગેલન પાણી રણમાં વહી જતા કચ્છીઓના દાઝ્યા પર ડામ જેવો તાલ સર્જાયો હતો. આ અંગે નર્મદા નિગમના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવતા નર્મદાના અધિકારીએ પાણીનો વડફાટ થયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને પોતાનો પક્ષ રાખતા નર્મદાના મુખ્ય ઈજનેરે કહ્યું હતું કે, પમ્પીંગ સ્ટેશનમાં ક્ષતિ સર્જાવાને કારણે પાણી પમ્પીંગ કરીને આગળ છોડી શકાયું નથી. તેથી કેનાલ વધુને વધુ ભરાઈને ઓવરફ્લો થઈ હતી.

તેવામાં કેનાલને તુટતી બચાવવા માટે રણમાં પાણી છોડવામાં આવ્યું હતું. અંદાજે 6થી 7 કલાક સુધી નર્મદા કેનાલમાંથી વહેલા પાણીના ધોધ રણમાં ભળીને વેડફાઈ ગયા હતા. ત્યારે સમગ્ર કચ્છને એકાદ પખવાડી સુધી ચાલી જાય તેટલી મોટી માત્રામાં પાણીનો જથો વેડફાયો હોવાનું જાણકારોએ કહ્યું હતું.

તો પાણીનો જથો વેડફાતા ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી હતી. એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું નથી અને પાણીની ચોરી ન થાય તે માટે નર્મદા નિગમ દ્વારા પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને આ રીતે તંત્રની બેદરકારીને કારણે લાખો ગેલન પાણી વેડફાઈ જાય તેનો શું અર્થ.. ત્યારે આવી ગંભીર બેદરકારી અને કચ્છીઓને થતા હડાહડ અન્યાય અંગે સરકાર જાગૃત બને તે અનિવાર્ય છે.