Not Set/ જેટલીની રાહત શેરબજાર માટે બની વિલન, સેન્સેક્સમાં પડ્યો ૮૦૦ પોઈન્ટનો કડાકો

મુંબઈ, છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભડકો યથાવત રહ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે લોકોને થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે નાણામંત્રી અરુણ જેટલીની પેટ્રોલ – ડીઝલના ભાવ ઘટાડવાની સાથે જ શેરબજારમાં ધમાસાણ મચ્યું હતું અને ઓઈલ કંપનીઓના શેરોમાં મોટો કડાકો નોધાયો છે. કેંદ્ર સરકારના નિર્ણય બાદ નિફ્ટી – […]

Top Stories Trending Business
Sensex BSE 2017 1 1 1 1 1 1 જેટલીની રાહત શેરબજાર માટે બની વિલન, સેન્સેક્સમાં પડ્યો ૮૦૦ પોઈન્ટનો કડાકો

મુંબઈ,

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભડકો યથાવત રહ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે લોકોને થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

જો કે નાણામંત્રી અરુણ જેટલીની પેટ્રોલ – ડીઝલના ભાવ ઘટાડવાની સાથે જ શેરબજારમાં ધમાસાણ મચ્યું હતું અને ઓઈલ કંપનીઓના શેરોમાં મોટો કડાકો નોધાયો છે.

કેંદ્ર સરકારના નિર્ણય બાદ નિફ્ટી – ૫૦ પર ONGCના શેરોમાં ૯.૯૮ ટકાનો ઘટાડો નોધાયો છે જયારે BPCLના શેરો પણ ૧૮.૮૮ ટકા તૂટ્યા છે.

sensex 1517921935 1 2 જેટલીની રાહત શેરબજાર માટે બની વિલન, સેન્સેક્સમાં પડ્યો ૮૦૦ પોઈન્ટનો કડાકો

આં ઉપરાંત IOCLના શેર ૯.૯૮ ટકા તૂટ્યા છે, જયારે ઓઈલ કંપનીઓમાં સૌથી મોટો ઘટાડો HPCLમાં જોવા મળ્યો છે, જે ૨૨.૪૪ ટકા છે.

ઓઈલ કંપનીઓના શેરમાં થયેલા આ ઘટાડા સાથે જ શેરબજારમાં BSE ઇન્ડેક્સ પે સેન્સેક્સમાં ૮૦૬.૪૭ પોઈન્ટનો કડાકો બોલ્યો છે. આ ઘટાડા સાથે સેન્સેક્સ ૩૫,૧૬૯.૧૬ના સ્તર પર બંધ થયો છે.

જયારે નિફ્ટીમાં પણ ૨૫૯ પોઈન્ટનો ઘટાડો થયો છે અને ૧૦૫૯૯.૨૫ના સ્તર પર માર્કેટ બંધ થયું છે.

સરકાર દ્વારા પેટ્રોલમાં ૨.૫૦ રૂપિયા ઘટાડવા માટે કરાયો હતો નિર્ણય

આ પહેલા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, “આજે મળેલી બેઠકમાં અમે નક્કી કર્યું હતું કે, ગ્રાહકોને રાહત આપવા માટે રેવેન્યુ ડીપાર્ટમેન્ટ ૩ ભાગમાં વહેચવામાં આવશે. આ પ્રમાણે એક્સાઈઝ ડ્યુટી ૧.૫૦ રૂપિયા ઘટાડવામાં આવ્યા છે તેમજ ઓઈલ માર્કેટિંગ કંપની (OMC)ઓ દ્વારા ૧ રૂપિયો ઘટાડવામાં આવશે”.

અમેરિકી નીતિઓની અસર દુનિયામાં વર્તાઈ રહી છે : નાણામંત્રી 

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા અંગે તેઓએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલા દબાવને જોતા તેલની કિંમતો વધી રહી છે તેમજ અમેરિકી નીતિઓના કારણે દુનિયાભરમાં અસર વર્તાઈ રહી છે”.

સાથે સાથે નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, “અમેરિકા દ્વારા ઈન્ટરેસ્ટ વધારવામાં  આવ્યો છે, જેની વ્યાપક અસર બજાર પર પડી છે. બજાર અબે કરન્સીમાં ભારે વધારો અને ઘટાડો થઇ રહ્યો છે. આ માટે ઘણા પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે તેમજ ઓઈલની આયાત પર અંકુશ લગાવવામાં માટે પણ પ્રયાસો કરાયા છે”.

ગુરુવાર સવારે સેન્સેક્સમાં થયો હતો ૮૦૦થી વધુ પોઈન્ટનો ઘટાડો

આ પહેલા ગુરુવાર સવારે સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સમાં ૮૨૩.૧૩ પોઈન્ટના કડાકા સાથે ૩૫,૧૭૬.૭૮ અને નિફ્ટીમાં ૧૯૯.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૬૫૯.૧૮ ના સ્તર પર પહોચ્યો છે.

બીજી બાજુ રોકાણકારો માટે શુક્રવારનો દિવસ બ્લેક ફ્રાઈડે તરીકે જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં થયેલા મોટા કડાકાની સીધી અસર રોકાણકારો પર પડી છે. દલાલ સ્ટ્રીટ પર રોકાણકારોના ૩.૧૩ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા છે.