Not Set/ એક્ટ્રેસ, સિંગર અને ફિલ્મમેકર બાદ હવે પ્રિયંકા ચોપરા બની સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર

મુંબઈ બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના જોરદાર અભિનય માટે તો જાણીતી જ છે પરંતુ હવે તે સ્માર્ટ ઇન્વેસ્ટર પણ બની ગઈ છે. પ્રિયંકાએ એક ડેટિંગ એપ ‘ બંબલ’ માં રોકાણ કર્યું છે. A new chapter for me! I am so excited to partner with @bumble and @holbertonschool as an investor. I’m honored to join two […]

Entertainment Business
priyanka chopra એક્ટ્રેસ, સિંગર અને ફિલ્મમેકર બાદ હવે પ્રિયંકા ચોપરા બની સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર

મુંબઈ

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના જોરદાર અભિનય માટે તો જાણીતી જ છે પરંતુ હવે તે સ્માર્ટ ઇન્વેસ્ટર પણ બની ગઈ છે. પ્રિયંકાએ એક ડેટિંગ એપબંબલ’ માં રોકાણ કર્યું છે.

આ ઉપરાંત સેન ફ્રાન્સિસ્કોમાં સ્ટાર્ટઅપ હોલ્બર્ટન સ્કુલમાં પણ પૈસા લગાવી રહી છે.

Instagram will load in the frontend.

પ્રિયંકા ચોપરાએ આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેને કહ્યું હતું કે તે ડેટિંગ એપ બંબલમાં એટલા માટે રોકાણ કરી રહી છે કારણ કે ભારતીય મહિલા ડેટિંગને લઈને સુરક્ષિત અનુભવી શકે. બંબલ ભારતમાં પોતાનો કારોબાર વધારી રહી છે.

હોલ્બર્ટન સ્કુલ એક એજ્યુકેશન કંપની છે. પ્રિયંકાએ જણાવ્યું છે કે તે સ્ટાર્ટઅપ કંપનીમાં પાર્ટનર અને ઇન્વેસ્ટર તરીકે જોડાઈ ગઈ છે.

આ સમાચાર પ્રિયંકાએ ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ શેર કર્યા છે જેનું શીર્ષક છે પ્રિયંકા ચોપરા ટેક ઇન્વેસ્ટર પણ છે. આ રીપોર્ટમાં તેને કહ્યું જયારે તમે જોડાઈ જાઓ છો ત્યારે ઘણું બધું શીખવા લાગો છો તે ખરેખર અદ્ભુત છે.

બોલીવુડ અને હોલીવુડમાં અલગ સ્થાન બનાવનારી પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે રોકાણ કરવાના નિર્ણય કરતા પહેલા મેં બે વસ્તુને ધ્યાનમાં રાખી હતી. આ  કંપનીઓ સમાજ પર ઊંડી અસર ધરાવે છે અને તેની સ્થાપના કરનારી મહિલા છે.

આજકાલ ઘણી સેલીબ્રીટીઓ ટેક સ્ટાર્ટઅપમાં રોકાણ કરી રહી છે. જો કે તેમાં મોટા ભાગના પુરુષો છે તેવામાં પ્રિયંકા ચોપરાએ રોકાણ કરીને એક નવી મિસાઈલ કાયમ કરી છે.