Gujarat Election/ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં 21મી તારીખે 2 જાહેર સભા સંબોધશે

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ છે. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે

Top Stories Gujarat
5 1 5 કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં 21મી તારીખે 2 જાહેર સભા સંબોધશે

ભારત જોડોની યાત્રાને લઇ નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક દિવસ માટે વિરામ લેશે. આ દરમિયાન તેઓ 21 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. જ્યાં તેઓ પાર્ટી માટે પ્રચાર કરશે. સાથે જ કોંગ્રેસની તરફેણમાં માહોલ બનાવવાનો પ્રયત્ન હાથ ધરશે. હાલ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પ્રવાસે છે.હાલ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી સમય કાઢી ગુજરાતના પ્રવાસે આવવાના છએ અને 21 નવેમ્બરના રોજ બે ચૂંટણીની જાહેર સભા સંબોધશે. આ બે સભાઓ પૈકી એક રાજકોટમાં અને એક સુરતમાં કરવામાં આવશે,ગુજરાતમાં રાહુલ ગાંધીનો પ્રવાસ કોંગ્રેસના કાર્યકરોમાં એક ઉત્સાહ ભરી દેશે.પાંચ કાકડા, અનાવલ ગામ પાસે,સુરતમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભાનો સમય બપોરે એક કલાકનો છે, જયારે બીજી જાહેર સભા રાજકોટના શાસ્ત્રી મેદાનમાં થવાની છે તે બપોરે 3 કલાકે. હાલ ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સખત જરૂર છે.

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ઇતિહાસમાં સૌથી રસપ્રદ માહોલ જામ્યો છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ છે. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, 1 અને પાંચ ડિસેમ્બરે ચૂંટણી મતદાન થશે અને હિમાચલ અને ગુજરાતના પરિણામ 8 ડિસેમ્બરે આવશે.