Not Set/ દિલ્હી/ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- સંત રવિદાસ મંદિર તે જ સ્થળે બનશે

ડીડીએ ગેરકાયદેસર નિર્માણ માનીને 10 ઓગષ્ટનાં રોજ તુગલકાબાદ સ્થિત સંત રવિદાસ મંદિર તોડ્યુ પાડ્યુ હતુ, જેને લઇને મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. સંત રવિદાસ મંદિરને લઇને હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હટાવવામાં આવેલ સંત રવિદાસ મંદિર ફરી તે જ જગ્યાએ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર બરાબર તે […]

Top Stories India
2019 10image 12 22 5022683622343 ll દિલ્હી/ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- સંત રવિદાસ મંદિર તે જ સ્થળે બનશે

ડીડીએ ગેરકાયદેસર નિર્માણ માનીને 10 ઓગષ્ટનાં રોજ તુગલકાબાદ સ્થિત સંત રવિદાસ મંદિર તોડ્યુ પાડ્યુ હતુ, જેને લઇને મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. સંત રવિદાસ મંદિરને લઇને હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હટાવવામાં આવેલ સંત રવિદાસ મંદિર ફરી તે જ જગ્યાએ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર બરાબર તે જ સ્થળે મંદિરનાં નિર્માણ માટે 200 મીટર જમીન આપશે. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસની સંવેદનશીલતા અને ભક્તોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને, સરકાર મંદિરનાં નિર્માણ માટે તે જ જગ્યાએ 200 ચોરસ મીટર જમીન આપશે.

આપને જણાવી દઈએ કે ડીડીએ 10 ઓગષ્ટનાં રોજ ગેરકાયદેસર બાંધકામ માનીને તુગલકાબાદમાં સંત રવિદાસ મંદિર તોડી નાખ્યું હતું. જેના કારણે સરકારનાં વિરોધમાં ઘણા ભક્તો અને સામાજિક કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન એક તણાવભર્યા વાતાવરણની સ્થિતિ સર્જાઇ હોવાનું જાણવા મળ્યુ હતુ. આપને જણાવી દઇએ કે, 5 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મંદિરનો ઉકેલ શોધવા કહ્યું હતું. કેન્દ્ર સરકારે શુક્રવારે આ મામલે પોતાનો જવાબ દાખલ કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કેસની સંવેદનશીલતા અને ભક્તોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને, સરકાર મંદિરનાં નિર્માણ માટે તે જ જગ્યાએ 200 ચોરસ મીટર જમીન આપશે.

મંદિર માટે, તે સમયે રામલીલા મેદાનમાં દેશનાં વિવિધ ભાગોમાંથી આવેલા દલિતો દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 10 ઓગષ્ટે સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ જ ડીડીએ દ્વારા આ મંદિરને હટાવવામાં આવ્યું હતું. 9 ઓગષ્ટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગુરુ રવિદાસ જયંતી સમારોહ સમિતિએ સર્વોચ્ચ અદાલતનાં આદેશ છતાં વિસ્તારને ખાલી ન કરીને ગંભીર ઉલ્લંઘન કર્યું છે. ગુરુ રવિદાસ જયંતિ સમર્પણ સમિતિ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા વચ્ચે સુપ્રીમ કોર્ટનાં કેસમાં સુપ્રીમ કોર્ટે ડીડીએથી 10 ઓગષ્ટ સુધીમાં બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.