Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાની અમેરિકા જેવી સ્થિતિ, 24 કલાકમાં 35,952 કેસો, કુલ 111ના મોત, મુંબઇમાં રેકોર્ડ 5504 કેસો

કોરોનાના કારણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. બુધવારે મુંબઇમાં 5,185 નવા કેસો નોંધાયા હતા.

Top Stories India
2020 7largeimg 1871691253 મહારાષ્ટ્રમાં કોરોનાની અમેરિકા જેવી સ્થિતિ, 24 કલાકમાં 35,952 કેસો, કુલ 111ના મોત, મુંબઇમાં રેકોર્ડ 5504 કેસો

મહારાષ્ટ્ર અને આ રાજ્યના મહાનગર મુંબઇના કોરોના સંક્રમણના નવા કેસો ડરાવવા લાગ્યા છે. મહારાષ્ટ્રની હાલત તો અમેરિકા જેવી થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 35,952 કેસો નોધાયા છે. જેમાં કુલ 111 લોકોના મોત નીપજ્યા છે. તો મહાનગર મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,504 નવા કેસો નોંધાયા છે. શહેરમાં એક દિવસમાં કોરોનાના કેસોની આ સર્વાધિક સંખ્યા છે. કોરોનાના કારણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. બુધવારે મુંબઇમાં 5,185 નવા કેસો નોંધાયા હતા.

આ ઉપરાંત પુણેમાં 24 કલાકમાં 6,427, થાણે, નાગપુરમાં 3600થી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે કુલ 20,444 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મુંબઇમાં માસ્ક ન પહેરનારા સામે પોલીસ કડકાઇ દાખવી રહી છે. મુંબઇ પોલીસે માસ્ક ન પહેરાનારા શહેરના લગભગ બે લાખ લોકો પાસેથી એક મહિનાથી ઓછા સમયમાં દંડ તરીકે ચાર કરોડ રુપિયા વસુલ્યા છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દંડ 20 ફેબ્રુઆરીથી એકત્ર કરવામાં આવી રહ્યો છે.

મુંબઇ પોલીસના પ્રવક્તા ડીસીપી એસ ચૈતન્યે કહ્યું કે શહેરના જુદાજુદા સ્થળોએ માસ્ક ન પહેરનારા પાસેથી જે દંડ વસૂલાયો છે તેમાંથી 50 ટકા બીએમસી પાસે જશે અને બાકીની રકમ પોલીસ કલ્યાણ નિધિમાં આપવામાં આવશે. મહત્વનું છે કે શહેરમાં ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 3 સપ્તાહમાં ચાર ગણાં દર્દી વધી ગયા છે.