Not Set/ માયાનગરી મુંબઈમાં સતત ભારે વરસાદના કારણે આ ટ્રેનો કરવામાં આવી રદ્દ, જુઓ

મુંબઈ, છેલ્લા ૫ દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે માયાનગરી મુંબઈ જાણે ઠપ થઈ ગઈ છે. સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થિતિ એ ઉભી થઈ છે કે જ્યાં લોકોની કમર સુધી પાણી ભરાઈ ગયા છે. Mumbai: Water-logging near Matunga police station following heavy […]

India Trending
thequint2F2018 072Ffa7bad32 c420 4bf0 893a ec5732cd1fa52Fsion માયાનગરી મુંબઈમાં સતત ભારે વરસાદના કારણે આ ટ્રેનો કરવામાં આવી રદ્દ, જુઓ

મુંબઈ,

છેલ્લા ૫ દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે માયાનગરી મુંબઈ જાણે ઠપ થઈ ગઈ છે. સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થિતિ એ ઉભી થઈ છે કે જ્યાં લોકોની કમર સુધી પાણી ભરાઈ ગયા છે.

મુંબઈ, પાલઘર, થાણે અને નવી મુંબઈમાં છેલ્લાં ૫ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદ મંગળવારે સવારે પણ યથાવત રહેતા હિંદમાતા, કોલાબા, માર્ટુંગા, દાદર, સાંતાક્રૂઝ અને સાયનમાં પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદના જળબંબાકાર બનેલી માયાનગરીમાં રસ્તાઓથી લઇ રેલ્વે ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયા છે. ઠેર -ઠેર જગ્યાએ પાણી ભરાવાના કારણે સેન્ટ્રલ રેલ્વે અને વેસ્ટર્ન રેલ્વેની અનેક ટ્રેનોના રુટ ડાઈવર્ટ કરવાની આવી રહી છે તો તો કેટલીક ટ્રેનો કેન્સલ કરાઈ રહી છે.

બીજી બાજુ પાણી ભરાવાના કારણે ફસાયેલા યાત્રીઓને બચાવવા માટે NDRF અને કોસ્ટ ગાર્ડની પણ મદદ લેવામાં આવી રહી છે. તેમજ વેસ્ટર્ન રેલ્વે દ્વારા પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

રેલ્વે દ્વારા સુરત માટે 02612401791, મુંબઈ સેન્ટ્રલ માટે 23077292 અને બાંદ્રા ટર્મિનસ માટે 26425756 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.

આ ટ્રેનો કરવામાં આવી છે રદ્દ :

મુંબઈ સેન્ટ્રલ – જયપુર = ૧૨૯૫૫  (૧૦ જુલાઈ)

બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ = ૨૨૯૨૭  (૧૦ જુલાઈ)

અમદાવાદ – બાંદ્રા ટર્મિનસ = ૨૨૯૨૮ (૧૧ જુલાઈ)

જયપુર – મુંબઈ સેન્ટ્રલ = ૧૨૯૫૬  (૧૧ જુલાઈ)

અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ = ૧૨૯૫૩ (૧૦ જુલાઈ)

સુરત – બાંદ્રા ટર્મિનસ = ૧૨૯૩૬  (૧૦ જુલાઈ)

પુણે – મુંબઈ ઇન્દ્રયાણી એક્સપ્રેસ = ૨૨૧૦૬  (૧૦ જુલાઈ)

પુણે – મુંબઈ ડેક્કન એક્સપ્રેસ = ૧૧૦૦૮  (૧૦ જુલાઈ)

પુણે – મુંબઈ ઇન્દ્રયાણી એક્સપ્રેસ =૧૧૦૦૭  (૧૧ જુલાઈ)

પૂણે કર્જત પુણે પેસેન્જર = ૫૧૩૧૭ / ૫૧૩૧૮  (૧૦ જુલાઈ અને ૧૧ જુલાઈ)

મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ =  ૧૨૦૦૯/૧૨૦૧૦(૧૦ જુલાઈ)

સુરત – બાંદ્રા ટર્મિનસ = ૧૨૯૩૬  (૧૦ જુલાઈ)

મુંબઈ સેન્ટ્રલ – ફિરોજપુર જનતા એક્સપ્રેસ  =  ૧૯૦૨૩  (૧૦ જુલાઈ)

મુંબઈ સેન્ટ્રલ – વલસાડ પેસેન્જર  = ૫૯૦૨૩ (૧૦ જુલાઈ)

મુંબઈ સેન્ટ્રલ – સુરત ફ્લાઈંગ રાની  =  ૧૨૯૨૧  (૧૦ જુલાઈ)

વિરાર – સુરત પેસેન્જર  = ૫૯૦૩૯  (૧૦ જુલાઈ)

બાંદ્રા ટર્મિનસ – વાપી – વિરાર પેસેન્જર  = ૫૯૦૪૫ / ૫૯૦૪૦  (૧૦ જુલાઈ)

દહાણું રોડ – પનવેલ મેમુ  = ૬૯૧૬૪  (૧૦ જુલાઈ)

ફિરોજપુર – મુંબઈ સેન્ટ્રલ જનતા એક્સપ્રેસ  = ૧૯૦૨૪ (૧૨ જુલાઈ)

મુંબઈ સેન્ટ્રલ – જયપુર એક્સપ્રેસ = ૧૨૯૫૫ (૧૦ જુલાઈ)

બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ = ૨૨૯૨૭ (૧૦ જુલાઈ)

મુંબઈ સેન્ટ્રલ – ઇન્દોર અવંતિકા એક્સપ્રેસ = ૧૨૯૬૧ (૧૦ જુલાઈ)

મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરાષ્ટ્ર મેલ = ૨૨૯૪૫ (૧૦ જુલાઈ)

મુંબઈ સેન્ટ્રલ – વડોદરા એક્સપ્રેસ = ૧૨૯૨૭  (૧૦ જુલાઈ)

મુંબઈ સેન્ટ્રલ – રાજકોટ દુરંતો એક્સપ્રેસ = ૧૨૨૬૭ (૧૦ જુલાઈ)

આ ટ્રેનો કરાઈ ડાઈવર્ટ

પુણે – ભુસાવલ એક્સપ્રેસ  (વાયા દૌંદ – મનમાડ) :  ૧૦ જુલાઈ

ભુસાવલ – પુણે – ભુસાવળ એક્સપ્રેસ (વાયા મનમાડ – દૌંદ)  :  ૧૧ જુલાઈ