Gujarat News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપક્રમે ટોચના રાજકરણીઓ ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. તેના અનુસંધાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ ચૂંટણીને લઈ ગુજરાતના પ્રવાસે છે. આ વખતે ભાજપે લોકસભાની બેઠકમાં 400નો લક્ષ્યાંક મૂક્યો છે. તેમજ આ લક્ષ્યાંકને પાર પાડવા ભાજપે કેન્દ્રીય સ્તરે કવાયત શરૂ કરી દીધી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે એક દિવસના ગુજરાતની મુલાકાતે છે. તેમણે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત અન્ય સાંસદોના ચૂંટણી કચેરીનું ઉદ્ઘાટન કર્યું છે.
આજે ચૂંટણી કચેરીના ઉદ્ઘાટન બાદ લોકસભાની ચૂંટણીને લઈ તેમણે જણાવ્યું હતું કે, આવનારી ચૂંટણીમાં પહેલા કરતા પણ વધુ બેઠકોમાં વિજય મેળવવાનો લક્ષ્યાંક છે. તેમજ 26 બેઠકો પર ફરી એક વાર વિજયી થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત, સક્ષમ ભારત, સમર્થ ભારત બનાવવા યોગદાન આપીશું.
જે.પી. નડ્ડાએ વધુ જણાવ્યું કે, ગુજરાત વિકાસના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આગળ પણ વિકાસના કાર્યો પી.એમ.ના નેતૃત્વમાં અમે કરીશું તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ભાજપે વર્ષ 2014માં 60.1 ટકા અને વર્ષ 2019માં 63.1 ટકા વોટ શેર સાથે જીત મેળવી હતી.
આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…