Ayodhya Ram Temple: રામલલ્લાની નગરી અયોધ્યા આજે દુલ્હનની જેમ સજી ઉઠ્યું છે. અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આજે લોકો પોતાના ઘરો મહોલ્લા અને મંદિરને શણગારી રહ્યાં છે. આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માટે દેશભરમાંથી ઘણા લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. આ સમયે અયોધ્યામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત દેખાઈ રહ્યો છે. 500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સહિત ક્રિકેટરો, ફિલ્મી જગતની સેલિબ્રિટી તેમજ વિવિધ ક્ષેત્રમાં આગવું યોગદાન આપનાર મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ત્યારે અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રોહિત શેટ્ટી રામ મંદિર પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પહોંચી ગયા છે. ત્યારે ત્યાં જ હાજર રહેલા ગાયક કૈલાશ ખેરે કહ્યું છે કે, “બહુ જ ઉત્સાહ છે. એવું લાગી રહ્યું છે કે જાણે અમે અત્યારે દેવલોકથી આમંત્રણ મળ્યું છે. પરમાત્માએ સ્વયં અમને આમંત્રિત કર્યા છે. આજે એટલો બધો પવિત્ર દિવસ છે કે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ત્રણેય લોક (ત્રિલોક)માં જશ્ન છે.”
ગાયિકા માલિની અવસ્થી જણાવ્યું કે, “આજે અભિભુત થવાનો દિવસ છે. જેની રાહ હતી તે દિવસ આજે આવી ગયો. ભગવાન રામનો પ્રકાશ છે આ તો.” ગીતકાર અને સીબીએફસીના ડિરેક્ટર પ્રસૂન જોષીએ કહ્યું કે, “અમે બધાએ ભગવાનના ચરણોમાં પોતાને સમર્પિત કરી શકીએ છીએ અને પોતાને ભાગ્યશાળી સમજી શકીએ છીએ. આજના યુગમાં ભગવાન રામના આદર્શોની ખૂબ જ જરૂર છે. આજની પેઢી, વિશ્વ જે રીતે આગળ વધી રહી છે તે જોઈને મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના આદર્શો પર ચાલીએ, તેમ થઈ શકે તો આપણા બધાનું કલ્યાણ જરૂર થશે. પછી એ સંબંધોને નિભાવવાની વાત હોય, જવાબદારીઓનું વહન કરવાની વાત હોય, કર્તવ્યોને નિભાવવાની વાત હોય, આ બધા માટે ભગવાન રામ એક આદર્શ છે તેવું હું માનું છું.”
આજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના બાળસ્વરૂપ રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહના મુખ્ય યજમાન છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિર નિર્માણનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના તમામ કાર્યક્રમોનું આયોજન થયું છે.
આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…
આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!