કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બિપરજોય વાવાઝોડાનો ભોગ બનેલા કચ્છ પહોંચ્યા છે. અમિત શાહ ગૃહપ્રધાન તરીકે પરિસ્થિતિનો તાગ વ્યક્તિગત મુલાકાત કરી મેળવી રહ્યા છે. તેઓ ભુજ આવીને ભુજથી હેલિકોપ્ટર દ્વારા કચ્છની સ્થિતિનું જાતે હવાઈ નિરીક્ષણ કરે તેમ માનવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આમ પણ દિલ્હીથી કચ્છમાં આવેલા વાવાઝોડા અંગે રજેરજનો ચિતાર મેળવતા રહ્યા હતા. હવે તેઓ વાવાઝોડાના લીધે થયેલા નુકસાનની સમીક્ષા કરે તેમ માનવામાં આવે છે. તેઓ બપોરના સમયે આવે તેમ મનાય છે. આ દરમિયાન સીએમ ભુપેન્દ્ર પટેલ પણ કચ્છની મુલાકાત લેવાના છે. તે કચ્છના જખૌ બંદરની મુલાકાત લે તેમ માનવામાં આવે છે. આ મુલાકાત આજના દિવસમાં જ લેવાશે તેમ મનાય છે.
ગૃહપ્રધાન અને સીએમ બંને વાવાઝોડા પછી ચાલતી રાહત કામગીરીની સમીક્ષા કરવાના છે અને જરૂર પડશે ત્યાં દિશાસૂચન આપવાના છે. તેના પછી વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મેળવવાના છે. તેની સાથે થયેલા નુકસાનનો અંદાજ પણ મેળવવાના છે. તેથી કેટલી રાહત જાહેર કરવી તેનો આંકડો પણ માંડી શકાય. બિપરજોયો કચ્છને ધમરોળ્યું છે ત્યારે વાવાઝોડાના લીધે થયેલી ખુવારીનો ગૃહપ્રધાન જાતે તાગ મેળવવા માંગે છે. વડાપ્રધાન પોતે આ બાબત પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને ગૃહપ્રધાન પોતે અહીં આવ્યા છે તે સૌથી મોટો પુરાવો છે.
આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો
આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડામાં વીજતંત્રને જબરજસ્ત નુકસાનઃ પ્રારંભિક આંકડો જ બસો કરોડનો
આ પણ વાંચોઃ ISRO-Biperjoy/ બિપોરજોય વાવાઝોડામાં સરકારની આ સંસ્થા બનીને આવી તારણહાર
આ પણ વાંચોઃ ચક્રવાત/ બિપરજોય વાવાઝોડાના લીઘે રાજસ્થાનમાં મુશળધાર વરસાદ,13 ટ્રેનો સહિત અનેક ફ્લાઇટ રદ,જાણો સમગ્ર અહેવાલ
આ પણ વાંચોઃ Senthil Balaji Case/ સેંથિલ બાલાજીની ધરપકડ સામે વિપક્ષની રેલી,CM એમકે સ્ટાલિને કહ્યું ‘આ એકતા ભાજપનો પાયો હચમચાવી નાખશે’