સુરત/ ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

યુવતીની સગાઈ તોડાવવા માટે એક ઈસમે સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કર્યો. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા લોકો માટે જેટલું ઉપયોગી છે તેટલું જ લોકો માટે હાનિકારક પણ છે.

Gujarat Surat Trending
Untitled 93 ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે, સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ મેસેજ ગણતરીના સમયમાં હજારો લોકો સુધી પહોંચાડી શકાય છે. પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈને બદનામ કરવા અથવા તો કોઈ સાથે બદલો લેવા માટે પણ કરતા હોય છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવે છે ત્યારે આવી છે ત્યારે એક ઘટના ફરી સામે આવી છે. જેમાં એક યુવતીની સગાઈ તોડાવવા માટે એક ઈસમે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવ્યા હતા અને યુવતીના મંગેતરને અપશબ્દો વાળા મેસેજ મોકલ્યા હતા. યુવતીના ચરિત્ર બાબતે પણ કેટલાક મેસેજ કર્યા હતા. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

યુવતીની સગાઈ તોડાવવા માટે એક ઈસમે સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કર્યો. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા લોકો માટે જેટલું ઉપયોગી છે તેટલું જ લોકો માટે હાનિકારક પણ છે. ત્યારે આ વાતને સાર્થક કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા ઈસમે 8-05-2023 થી 10-05-2023 સુધી ફરિયાદીની બહેનની સગાઈ તોડાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ નામના કેટલાક ફેક એકાઉન્ટ બનાવ્યા હતા.

આ ફેક એકાઉન્ટના માધ્યમથી ફરિયાદીની બહેનના મંગેતરને કેટલાક ખોટા મેસેજ મોકલ્યા હતા અને અપશબ્દો પણ આ મેસેજમાં લખવામાં આવ્યા હતા. આ ઇસમે ફરિયાદીની બહેનના મંગેતરને જે મેસેજ મોકલ્યા હતા. તેમાં યુવતીના ચરિત્ર બાબતે પણ ખોટા મેસેજ મોકલવામાં આવ્યા હતા. જો કે આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ફેક એકાઉન્ટ બનાવનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, યુવતીના મંગેતરને ફેક એકાઉન્ટના માધ્યમથી મેસેજ મોકલનાર ઈસમનું નામ જીગ્નેશ મકવાણા છે અને તે રત્નકલાકાર તરીકે કામ કરે છે અને લંબે હનુમાન રોડ પર આવેલ પરિમલ સોસાયટીમાં રહે છે. તેથી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જીગ્નેશ મકવાણા નામના ઈસમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો

આ પણ વાંચો:વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો

આ પણ વાંચો:બિપરજોયે દરિયામાં દસ દિવસ સુધી રહીને અગાઉના ચક્રવાતોનો રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચો: વાવાઝોડા વચ્ચે બાળકીનો જન્મ, સરકાર દ્વારા સગર્ભાની કરાય છે સેવા

આ પણ વાંચો:વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવી બઘડાટી, જાણો ક્યાં કેવો માહોલ