Not Set/ ICC ટેસ્ટ રેન્કિંગ : પૃથ્વી શો અને પંતે લગાવી મોટી છલાંગ, કોહલી ટોચના સ્થાને યથાવત

નવી દિલ્હી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે. જયારે વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર પૃથ્વી શો અને વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. રાજકોટમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ ફટકારેલી […]

Trending Sports
DpXbnc0UUAAT7mu 1 ICC ટેસ્ટ રેન્કિંગ : પૃથ્વી શો અને પંતે લગાવી મોટી છલાંગ, કોહલી ટોચના સ્થાને યથાવત

નવી દિલ્હી,

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે.

જયારે વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર પૃથ્વી શો અને વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.

રાજકોટમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ ફટકારેલી સદી બાદ ૭૩મું સ્થાન હાંસલ કર્યું હતું. જો કે ત્યારબાદ હૈદરાબાદ ટેસ્ટમાં ૭૦ રનની ઇનિંગ્સ બાદ ૧૩ સ્થાનના ફાયદા બાદ ૬૦માં સ્થાને પહોંચી ગયો છે.

DpY2I0cWsAAoKMr ICC ટેસ્ટ રેન્કિંગ : પૃથ્વી શો અને પંતે લગાવી મોટી છલાંગ, કોહલી ટોચના સ્થાને યથાવત
national-icc-test-rankings-kohli-maintains-top-spot-prithvi-shaw-rishabh-pant

વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે રમેલી ૯૨ રનની ઇનિંગ્સ સાથે ૨૩ સ્થાનના ફાયદા બાદ ૬૨માં નંબરે પહોચ્યો છે. આ પહેલા તે ૧૧૧માં સ્થાન પર હતો.

અજીન્ક્ય રહાનેએ બીજી ટેસ્ટમાં રમેલી ૮૦ રનની શાનદાર ઇનિંગ્સ બાદ ૪ પોઈન્ટનો ફાયદો થયો છે અને આ સાથે રહાને ૧૮માં સ્થાન પર પહોચી ગયો છે.

Dpc8GeTWsAAAP7z ICC ટેસ્ટ રેન્કિંગ : પૃથ્વી શો અને પંતે લગાવી મોટી છલાંગ, કોહલી ટોચના સ્થાને યથાવત
national-icc-test-rankings-kohli-maintains-top-spot-prithvi-shaw-rishabh-pant

બીજી બાજુ હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટ લેનારા ઉમેશ યાદવને ૪ સ્થાનનો ફાયદો થયો છે અને તે હાલમાં ૨૫માં નંબરે પહોચ્યો છે.