Patadi-Banned Manja/ પાટડી પોલીસે પ્રતિબંધિત માંજા સાથે એકને ઝડપ્યો

દસાડા તાલુકાના પાટડી નગરમાં પાટડી પોલિસ દ્વારા પ્રતિબંધિત માંજા અને તુક્કલનુ પોલિસની જાણ બહાર ગેરકાયદે વેચાણ કરનારને પકડવામાં આવ્યો છે. પોલીસે તેને ઝડપવા વોચ ગોઠવી હતી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 13T155419.091 પાટડી પોલીસે પ્રતિબંધિત માંજા સાથે એકને ઝડપ્યો

@ પ્રિયકાંત ચાવડા

પાટડીઃ દસાડા તાલુકાના પાટડી નગરમાં પાટડી પોલિસ દ્વારા પ્રતિબંધિત માંજા અને તુક્કલનુ પોલિસની જાણ બહાર ગેરકાયદે વેચાણ કરનારને પકડવામાં આવ્યો છે. પોલીસે તેને ઝડપવા વોચ ગોઠવી હતી. પાટડી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે પાટડી મેઈન બજારમા આવેલ એક ગેસ્ટ હાઉસ પાસેની દુકાનનો દુકાનદાર પ્રતિબંધિત માંજા લઈને નીકળવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આના પગલે વહેલી સવારે અંદાજે સાડા છ વાગે અનિલ જીવણભાઈ ઠક્કરને પ્રતિબંધિત માંજાની 23 નંગ ફીરકી અંદાજે કિંમત રૂપિયા 2,300 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ દુકાનદાર પ્રતિબંધિત માંજા સાથે ઝડપાયો હતો ત્યારે આ વર્ષે પણ પ્રતિબંધિત માંજા સાથે ઝડપાતા પક્ષી અને માનવ જીવન પર જોખમી પ્લાસ્ટિકની દોરી વેચનાર આ દુકાનદાર સામે જીવદયા પ્રેમીઓએ ફિટકાર વરસાવી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ