political crisis/ ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તૈયારીમાં,પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળવા પહોંચ્યા

દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને તેઓ મળ્યા હતા

Top Stories India
123 3 6 ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તૈયારીમાં,પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળવા પહોંચ્યા

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ હવે પરાકાષ્ઠાએ પહોંચી છે, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ રાજકીય સમીકરણ વધુ ઘેરૂ બનતું જાય છે. હવે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીદેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં રાજ્યપાલને મળવા પહોંચ્યા છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને તેઓ મળ્યા હતા. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને તેઓ મળ્યા હતા અને ત્યારબાદ તેઓ મુંબઈ પાછા ગયા હતા. ત્યારબાદ તેમણે તેમના નિવાસસ્થાને ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક કરી હતી.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં વર્તમાન ઘટનાક્રમમાં ખૂબ જ સક્રિય બન્યા છે. આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને તેઓ મળ્યા હતા અને ત્યારબાદ તેઓ મુંબઈ પાછા ગયા હતા. હવે તેમણે તેમના સાગર બંગલા સ્થિત નિવાસસ્થાને ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક કરી છે. દેવેન્દ્ર ફડણવીસ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે. આ બેઠકમાં પાર્ટીના નેતાઓ રણજીત પાટીલ, પ્રવીણ દરેકર, આશિષ શેલાર, હર્ષવર્ધન પાટીલ સહિત ઘણા નેતાઓ હાજરી આપે તેવી સંભાવના છે.