Not Set/ બીન લાદેનના પુત્ર હમઝાના મોતનો અમેરિકાના મીડીયાએ કર્યો દાવો 

વોશિગ્ટન, આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના લીડર ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનુ મોત થયુ હોવાના હેવાલ મળ્યા છે. અમેરિકી મિડિયા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હમઝાના મોતમાં અમેરિકાનો હાથ છે કે કેમ તે અંગે હજુ માહિતી મળી શકી નથી. બીજી બાજુ અમેરિકાની ગુપ્તચર સંસ્થાના અધિકારીઓ દ્વારા આ માહિતી પણ આપવામા ંઆવી નથી કે […]

Top Stories World
arjnnn 16 બીન લાદેનના પુત્ર હમઝાના મોતનો અમેરિકાના મીડીયાએ કર્યો દાવો 

વોશિગ્ટન,

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના લીડર ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનુ મોત થયુ હોવાના હેવાલ મળ્યા છે. અમેરિકી મિડિયા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હમઝાના મોતમાં અમેરિકાનો હાથ છે કે કેમ તે અંગે હજુ માહિતી મળી શકી નથી. બીજી બાજુ અમેરિકાની ગુપ્તચર સંસ્થાના અધિકારીઓ દ્વારા આ માહિતી પણ આપવામા ંઆવી નથી કે હમઝાનુ મોત ક્યાં થયુ છે.

બીજી બાજુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અહેવાલને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો છે. આ પહેલા અમેરિકાએ હમઝા અંગે માહિતી આપનાર માટે 10 લાખ ડોલરના ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

અમેરિકાએ કહ્યુ હતુ કે હમઝા પોતાના પિતાના મોતનો બદલો લેવા માટે તેના પર હુમલા કરવાના કાવતરા ઘડી રહ્યો હતો. આના કારણે જ અમેરિકાએ મોટા ઇનામની જાહેરાત કરી હતી. અમેરિકા હમઝાને એક મોટા ખતરા તરીકે જોઇ રહ્યુ હતુ. જેહાદના યુવરાજના નામથી હમઝાની ઓળખ કરવામાં આવી રહી હતી.

હમઝાના સ્થળને લઇને છેલ્લા કેટલાક દિવસથી કોઇ માહિતી મળી રહી ન હતી. વર્ષોથી અંદાજ મુકવામાં આવી રહ્યો હતો કે હમઝા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને સિરિયામાં રહેતો હતો.  ઇરાનમાં નજરબંધ હોવાના હેવાલ આવી રહ્યા હતા.

અમેરિકાની જાહેરાત બાદ સાઉદી અરેબિયાએ હમઝા બિન લાદેનની નાગરિકતાને રદ કરી દીધી હતી. હમઝાએ થોડાક સમય પહેલા વિમાન હાઇજેક કરનાર અટ્ટાની પુત્રી સાથે કર્યા  હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.