Not Set/ શું છે મેટાવર્સ કે જેની ચર્ચા ચારેયકોર ચાલી રહી છે? તમને કેવી રીતે લાગશે કામ

ઇન્ટરનેટ પર એક એવું વાતાવરણ ઉભું કરવામાં આવશે કે જેની અંદર તમે જઈ શકો, ન તો માત્ર તેને સ્ક્રીન પર નિહાળીને. તમે દૂર દૂર સુધી બેઠેલા લોકોને એક સાથે વર્ચ્યુઅલ કોમ્યુનીટીમાં જોડીને મળી શકશો, કામ કરી શકશો અને રમતો પણ રમી શકશો.

Top Stories Tech & Auto
What is metaverse?

ફેસબુક હવે મેટા તરીકે ઓળખાશે. કંપનીએ કહ્યું છે કે, તે સોશિયલ મીડિયાથી આગળ વર્ચ્યુઅલ રિયાલિટીમાં  પોતાની પહોચ વધારશે. થોડા દિવસો પહેલા ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કંપનીનું નામ બદલવાનો ઈશારો કર્યો હતો, ત્યારથી મેટાવર્સ શબ્દનો ઘણો ઉપયોગ થતો હતો. ગુરુવારે રાત્રે ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે, મેટાવર્સ બધે વાંચવા અને સાંભળવામાં આવી રહ્યું છે. પરંતુ આ મેટાવર્સ શું છે? તે તમારા જીવનને કેવી રીતે અસર કરી શકે છે અને તે તમારા ઉપયોગ માટે શું છે, તેના વિશે કોઈ કહેતું નથી. ચિંતા કરશો નહીં, અમે તમને બધુ જ જણાવીશું.

મેટાવર્સને સમજવા માટે થોડુક હટકે વિચારવું પડશે. આજથી આવનારા થોડા સમય બાદ ઇન્ટરનેટ આપણા જીવનનો એક મુખ્ય ભાગ બની જશે તો તમામ કામ માત્ર મેટાવર્સ પર જ થશે. મેટાવર્સ મતલબ વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ. માર્ક ઝુકરર્બગે આ અંગે વધુ જણાવતાં ગુરુવાર રાત્રે કહ્યું હતું કે, ઇન્ટરનેટ પર એક એવું વાતાવરણ ઉભું કરવામાં આવશે કે જેની અંદર તમે જઈ શકો, ન તો માત્ર તેને સ્ક્રીન પર નિહાળીને. તમે દૂર દૂર સુધી બેઠેલા લોકોને એક સાથે વર્ચ્યુઅલ કોમ્યુનીટીમાં જોડીને મળી શકશો, કામ કરી શકશો અને રમતો પણ રમી શકશો. આ  સંભવ ત્યારે થઇ શકશે જે જયારે વર્ચ્યુઅલ રીયાલીટી હેડસેટ્સ, આર્ગ્યુંમેટેડ રીયાલીટી ગ્લાસ અને સ્માર્ટફોન સહિતના ઉપકરણો આપની પાસે હશે ત્યારે.

તમે જરાક એકવાર વિચાર કરો, જેને સમજવામાં અને સમજાવવામાં આટલી તકલીફ છે, તેના માટે આવું કામ કરવું સહેલું નહીં હોય. પરંતુ એવું કહેવાય છે કે, જ્યાં સુધી તમારી વિચારસરણી જઈ શકે છે, તે બધું કમ્પ્યુટર અને ઇન્ટરનેટની દુનિયામાં થઈ શકે છે. તમારી દ્રષ્ટિને વાસ્તવિક બનાવવી શક્ય છે.

મેટાવર્સ ટેકનોલોજીને નજીકથી અને સમજનારા એનાલિસ્ટ વિક્ટોરિયા પેટ્રીકે કહ્યું છે કે, આ વાતાવરણમાં બધુ જ શક્ય છે, જેમાં શૉપિંગ અને સોશિયલ મીડિયા જેવા ઑનલાઇન જીવનનો સમાવેશ થાય છે. તેણી કહે છે કે આ કનેક્ટિવિટીની આગામી ક્રાંતિ છે, જેમાં લોકો તે જ વર્ચ્યુઅલ જીવન જીવશે જે રીતે તેઓ શારીરિક રીતે જીવે છે.

વિશ્લેષક વિક્ટોરિયા પેટ્રોક, જેઓ મેટાવર્સ ટેક્નોલૉજીને નજીકથી નિહાળે છે અને સમજે છે, કહે છે કે આ વાતાવરણમાં બધુ જ શક્ય છે, જેમાં શૉપિંગ અને સોશિયલ મીડિયા જેવા ઑનલાઇન જીવનનો સમાવેશ થાય છે. તેણી કહે છે કે આ કનેક્ટિવિટીની આગામી ક્રાંતિ છે, જેમાં લોકો તે જ વર્ચ્યુઅલ જીવન જીવશે જે રીતે તેઓ શારીરિક રીતે જીવે છે.

તમે કરવા માંગો છો તે બધુ જ કરી શકો છો. તમે વર્ચ્યુઅલ કોન્સર્ટમાં પણ  જઈ શકશો છો, તમે ઓનલાઈન ટ્રિપ પર જઈ શકશો છો, આર્ટવર્ક બનાવી શકશો અને જોઈ શકશો પણ ખરા. ડિજિટલ કપડાની ખરીદી શકશો. ઘરેથી કામ કરો જાણે તે સામાન્ય બાબત હશે. ઘરે બેસીને પણ એવું લાગશે કે તમે ઓફિસમાં બેઠા છો. ગમે ત્યારે તમે મીટીંગ કરી શકો છો અને મીટીંગમાં બેઠેલા લોકોને લાગશે કે આખી ચર્ચા એક રૂમમાં બેસીને થઈ છે.

ફેસબુક (હવે મેટા) પહેલેથી જ મીટિંગ સોફ્ટવેર લોન્ચ કરી ચૂક્યું છે.હોરીઝોન વર્કરૂમ્સ નામનું સોફ્ટવેર કંપનીઓ માટે છે. તેનો ઉપયોગ Oculus VR હેડસેટ્સ સાથે કરી શકાય છે. આ મીટિંગ માટે એવું વાતાવરણ બનાવે છે કે શરૂઆતમાં વિશ્વાસ કરવો મુશ્કેલ છે.